Covid-19: Modernaની વેક્સીનની કિંમત 5 ઘણી વધારવાની યોજના, 1 ડોઝના ખર્ચવા પડશે 11 હજાર રૂપિયા

મોડર્નાના સીઈઓ સ્ટીફન બૅન્સલે કિંમતનો બચાવ કરતા કહ્યું કે જ્યારે યુએસ સરકાર આરોગ્ય કટોકટીની સ્થિતિને હટાવી લેશે રે ડિલિવરી સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ જશે, જે મે મહિનામાં થઈ શકે છે.

Covid-19: Modernaની વેક્સીનની કિંમત 5 ઘણી વધારવાની યોજના, 1 ડોઝના ખર્ચવા પડશે 11 હજાર રૂપિયા

Covid Vaccine Price: મોડર્ના, જે અત્યાર સુધી તેની કોવિડ વેક્સીનના એક ડોઝ માટે લગભગ 15થી 26 ડોલર વસૂલતી હતી, તે હવે કિંમતો વધારવાની અને ડોઝ દીઠ 130 ડોલર (INR 10,717.59) સુધી ચાર્જ કરવાનો પ્લાન બનાવી રહી છે. ડેમોક્રેટિક સેનેટર બર્ની સેન્ડર્સે આ સંભવિત ભાવ વધારા પર આકરા પ્રહારો કર્યા અને તેને ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં 'કોર્પોરેટ લોભના અભૂતપૂર્વ સ્તર' તરીકે જણાવ્યું .

મોડર્નાના સીઈઓ સ્ટીફન બૅન્સલે કિંમતનો બચાવ કરતા કહ્યું કે જ્યારે યુએસ સરકાર આરોગ્ય કટોકટીની સ્થિતિને હટાવી લેશે રે ડિલિવરી સિસ્ટમ સંપૂર્ણપણે બદલાઈ જશે, જે મે મહિનામાં થઈ શકે છે.

'મોડર્ના અમેરિકાના કરદાતાઓનો આભાર માને છે'
સેનેટની સુનાવણીમાં બોલતા, સેન્ડર્સે ટિપ્પણી કરી હતી કે મોડર્ના એવા સમયે 'રસીની કિંમત ચાર ગણી કરતાં વધુ' માટે યુએસ કરદાતાઓનો આભાર માની રહી છે જ્યારે તેના ઉત્પાદન માટે 3 ડોલર કરતાં ઓછો ખર્ચ થાય છે.

કંપનીનું તર્ક શું છે?

જો કે, મોડર્નાના સીઈઓએ જણાવ્યું હતું કે જ્યારે શોટ્સ પ્રાઈવેટ સેક્ટરમાં જશે, સરકારી પ્રાપ્તિથી વેપારને મોટા પ્રમાણમાં ફાયદો થશે નહીં. અત્યાર સુધી, Moderna પાસે સરકાર જ તેની COVID-19 રસી માટે માત્ર એક ગ્રાહક હતો. બૅન્સલે જણાવ્યું હતું કે વધુ પરંપરાગત માર્કેટિંગ અભિગમ પર સ્વિચ કરવા પર, રસી નિર્માતા પાસે '10,000 ગ્રાહકો હશે.' અને તેણે '60,000 ફાર્મસીઓ, ડોકટરોની ઓફિસો અને હોસ્પિટલોમાં રસીનું વિતરણ કરવાનું મેનેજ કરવું પડશે.'

"સૌથી ઉપર, અમે માગમાં 90 ટકા ઘટાડાની અપેક્ષા રાખીએ છીએ," બૅન્સલે કહ્યું. વધુમાં કહ્યું, 'જેમ તમે જોઈ શકો છો, અમે મોટા પ્રમાણમાં અર્થવ્યવસ્થા ગુમાવી રહ્યા છીએ.' AFP મુજબ, અત્યાર સુધી Modernaને એક્સ્પાયર થયેલ ડોઝની કિંમત ચૂકવવી પડતી નોહતી. જો કે, હવે કંપનીએ આ ખર્ચ ઉઠાવવો પડશે અને ના વેચાયેલા ડોઝનું પણ ધ્યાન રાખવું પડશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news