Job Alert: જો તમે એન્જિનિયરિંગ કર્યું છે તો આ ભરતી માટે અરજી કરો, મળશે મોટો પગાર
Sarkari Naukri: જો તમે સરકારી નોકરી શોધી રહ્યા છો અને તમારી પાસે જરૂરી લાયકાત પણ છે, તો તમે GAIL માં આ ખાલી જગ્યાઓ માટે અરજી કરી શકો છો. રજીસ્ટ્રેશન ચાલુ છે.
નવી દિલ્હીઃ GAIL India Limited એ 391 નોન-એક્ઝિક્યુટિવ પોસ્ટ માટે લાયક ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવી છે. આ માટે અરજીઓ ચાલી રહી છે અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 8 સપ્ટેમ્બર 2024 છે.
આ ભરતી પ્રક્રિયાના માધ્યમથી કુલ 391 પદો પર યોગ્ય ઉમેદવારની નિમણૂંક થશે. કેમિકલ, સિવિલ, મિકેનિકલ, ઈલેક્ટ્રિકલ, ઈન્સ્ટ્રૂમેન્ટેશન વગેરેની જગ્યા છે.
યોગ્યતા પદ પ્રમાણે છે પરંતુ કોઈપણ માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી બીઈ કે બીટેક કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે. ઉંમર મર્યાદા 21થી 40 વર્ષ છે.
પસંદગી ઘણા રાઉન્ડની પરીક્ષા બાદ થશે. સૌથી પહેલા સીબીટી ટેસ્ટ લેવામાં આવશે, પછી ટ્રેડ ટેસ્ટ/સ્કિલ ટેસ્ટ, કમ્પ્યુટર પ્રોફિશિએન્સી ટેસ્ટ પણ કરવામાં આવશે.
જે ઉમેદવાર આ તબક્કા પાસ કરી લેશે તેણે મેડિકલ એક્ઝામિનેશન અને ડોક્યુમેન્ટ વેરીફિકેશન રાઉન્ડ પણ પાસ કરવો પડશે.
એક તબક્કો પાસ કરનાર ઉમેદવાર બીજા તબક્કામાં જશે અને પસંદગી માટે દરેક સ્ટેજ પાસ કરવું જરૂરી છે. વધુ માહિતી તમે સત્તાવાર વેબસાઇટ પર લઈ શકો છો.
અરજી કરવા અને આ જગ્યાઓની વિવિધ વિગતો જાણવા માટે ઉમેદવારે ગેલની સત્તાવાર વેબસાઇટ gailonline.com ની મુલાકાત લેવી પડશે.
પગાર ધોરણ પદ પ્રમાણે છે. આ મહત્તમ દર મહિને રૂ. 90 હજારથી રૂ. 1 લાખ સુધીની છે. કેટલીક પોસ્ટ માટે, 45 વર્ષ સુધીના ઉમેદવારો પણ ફોર્મ ભરી શકે છે.