Eating Pizza Job:  દરેક વ્યક્તિ કહે છે કે નોકરી આરામદાયક હોવી જોઈએ. આજે અમે તમને એવી જ એક ફૂડ જોબ વિશે જણાવી રહ્યા છીએ. જો તમે તમારા સપનાની નોકરી મેળવવાની આશા લગભગ છોડી દીધી હોય, તો અમે  તમારા માટે એક સારા સમાચાર લઈને આવ્યા છે! મેડિસન, વિસ્કોન્સિનમાં આવેલા ડેરી રિસર્ચ સેન્ટરે તાજેતરમાં એક નવા રીસર્ચર પોઝીશનની જાહેરાત કરી છે જેમાં તમારે સમગ્ર સપ્તાહ દરમિયાન ચીઝ, પિઝા અને અન્ય ખાદ્યપદાર્થોના સેમ્પલ ટેસ્ટ કરવાના રહેશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Descriptive Sensory Panelistના આ પદ પર, દરેક એક કલાક માટે સારી રકમ આપવામાં આવશે. અહીં પેનલ ડીસ્કશન, ટ્રેનીંગ સેશન અને અન્ય કાર્યક્રમોમાં પણ ભાગ લેવો પડશે. આ પોઝીશન સંપૂર્ણપણે પેઈડ છે. આ માટે, તમને પ્રતિ કલાક 15 ડોલર મળશે.  પોઝિશનની ડીટેલમા જણાવવામા આવ્યુ છે કે, "ડેરી રિસર્ચ સેન્ટર તમામ પ્રકારના ખોરાક, પરંતુ ખાસ કરીને ચીઝ, પિઝા અને અન્ય ડેરી ઉત્પાદનો માટે જુનુની વ્યક્તિઓ શોધી રહ્યું છે." પેનલના સભ્યોએ અઠવાડિયામાં 24 ચીઝના નમૂના અને 12 પિઝા સુધી ટેસ્ટ કરવાનુ રહેશે.. 


જો કે પિઝા અને અન્ય વસ્તુઓના સેમ્પલ ટેસ્ટ કરવા એ કામનો એક મોટો ભાગ છે. Descriptive Sensory Panelist તરીકે સેવા આપવા માટે પસંદ કરાયેલ લોકોએ ખાદ્ય ઉત્પાદનોની મોટી સીરીઝનુ વર્ણન કરવાનુ રહેશે, પેનલ ચર્ચાઓમાં ભાગ લેવો, તાલીમ ચર્ચાઓમાં ભાગ લેવાનુ રહેશે.


તમે તમારા રેઝ્યૂમેને મોકલો તે પહેલાં નોંધવું યોગ્ય છે કે નોકરી મેડિસન, વિસ્કોન્સિનમાં સ્થિત છે. પરંતુ જો તમને લાગે કે તમે નોકરી માટે તૈયાર છો, તો તમે યુનિવર્સિટી ઓફ વિસ્કોન્સિન-મેડિસનની વેબસાઇટની મુલાકાત લઈને સીધા જ પોસ્ટ માટે અરજી કરી શકો છો.


આ પણ વાંંચો:
Virat Kohli: વિરાટની નવી ઘડિયાળ પર અટકી સૌની નજર, કિંમત જાણીને તમે પણ રહી જશો દંગ!
ઑફ શોલ્ડર ટોપમાં Nikki Tamboli એ મચાવ્યો કહેર! બેધડક થઇને આપ્યા કિલર પોઝ
આ ₹10.87 લાખની SUV ખરીદવા તૂટી પડ્યા લોકો ! ગજબનો છે ક્રેઝ

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube