TCS Hiring News: દેશની દિગ્ગજ આઈટી કંપની ટાટા કન્સલ્ટન્સી સર્વિસ (TCS)40,000 ફ્રેશર્સની નિમણૂંક કરશે. આ હાયરિંગ કેમ્પસ બેસ્ડ થશે. એટલે કે કંપની કેમ્પસ સિલેક્શન કરશે. આ વાત ટીસીએસના સીઓઓ એન ગણપતિ સુબ્રમણ્યમે કહી છે. તેમણે કહ્યું કે કંપની ચાલૂ નાણાકીય વર્ષમાં 40,000 ફ્રેશર્સની ભરતી કરવાની યોજના પર કામ કરી રહી છે. તેમણે કહ્યું- અમે સામાન્ય રીતે 35 હજારથી 40 હજાર લોકોને કામ પર રાખીએ છીએ અને આ યોજના હજુ પણ યથાવત છે. અમે આ દિશામાં આગળ વધી રહ્યાં છીએ. નોંધનીય છે કે ટીસીએસમાં 6.14 લાખ કર્મચારી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ટીસીએસમાં આ હાયરિંગ એવા સમયે થઈ રહી છે, જ્યારે આઈટી સેક્ટરની બીજી કંપનીઓમાં આ પ્રક્રિયા હોલ્ડ છે. હાલમાં ઈન્ફોસિસના સીએફઓ નીલાંજન રોયે કહ્યું કે પાછલા વર્ષે તેણે 50,000 ફ્રેશર્સ જોડ્યા હતા અને હવે જ્યાં સુધી માંગ નહીં વધે ત્યાં સુધી કંપની કેમ્પસમાં જશે નહીં. 


આ પણ વાંચોઃ આ રીતે બનાવો કેનેડા જવાનો ફુલપ્રુફ પ્લાન, સ્ટુડન્ટ વિઝા માટે આટલી તૈયારી કરી રાખજો


હાયરિંગ વિવાદમાં ફસાય કંપની
ટાટા કન્સલ્ટન્સી સર્વિસમાં હાયરિંગ કૌભાંડને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તાજેતરમાં કંપનીએ 16 કર્મચારીઓની છટણી કરતી વખતે છ સપ્લાયરો સાથેના વ્યવસાય પર પ્રતિબંધ મૂક્યો છે. કંપની પ્રમાણે તપાસમાં 19 કર્મચારીઓ સાામેલ જોવા મળ્યા, જેમાં 16 કર્મચારીઓને આચાર સંહિતાના ઉલ્લંઘન માટે નોકરીમાંથી કાઢી મુકવામાં આવ્યા છે અને ત્રણ કર્મચારીઓને સંસાધન મેનેજમેન્ટની જવાબદારીમાંથી અલગ કરી દેવામાં આવ્યા છે. તેમાં જણાવવામાં આવ્યું કે છ વેન્ડર, તેના માલિકો અને સહયોગીઓને ટીસીએસની સાથે કોઈપણ કારોબાર કરવાથી પ્રતિબંધિત કરી દેવામાં આવ્યા છે. 


વર્ક ફ્રોમ હોમ કલ્ચર સમાપ્ત
નોંધનીય છે કે ટીસીએસે કોવિડ-19 મહામારી દરમિયાન શરૂ કરવામાં આવેલા વર્ક ફ્રોમ હોમ કલ્ચરને સમાપ્ત કરતા પોતાના બધા કર્મચારીઓને કાર્યાલય આવી કામ કરવાનું કહ્યું છે. જાણકારી પ્રમાણે 70 ટકા કર્મચારીઓએ ઓફિસ આવી કામ કરવાનું શરૂ કરી દીધુ છે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube