આ રીતે બનાવો કેનેડા જવાનો ફુલપ્રુફ પ્લાન, સ્ટુડન્ટ વિઝા માટે આટલી તૈયારી કરી રાખજો
study abroad : કેનેડા જવા માટે વિદ્યાર્થીઓ માટે વિઝા મેળવવું ખૂબ જ પડકારજનક છે... આ માટે તમારે ઈન્ટરવ્યુ માટે તૈયાર રહેવું પડશે
Trending Photos
Canada Student Visa : કેનેડા કેનેડા... આજકાલ યુવાઓના મોઢા પર આજ નામ સૌથી વધુ સાંભળવા મળે છે. કારણ કે, કેનેડા તેમનુ હોટ ફેવરિટ એજ્યુકેશન ડેસ્ટિનેશન બની ગયું છે. કેનેડાની યુનિવર્સિટીમાં સરળતાથી એડમિશન મળી જાય છે. પરંતુ સૌથી અધરુ છે કેનેડાના વિઝા મળવા. આ માટે એક ઈન્ટરવ્યૂ પ્રોસેસમાંથી પાસ થવુ પડે છે. જે બહુ જ જટિલ હોય છે. જો વિદ્યાર્થીઓ ધીરજ અને સમજણથી વિઝા પ્રોસેસમાં પૂછાયેલા સવાલોના જવાબ આપી શકે તો વિઝા મળી ગયા સમજો. ત્યારે અમે તમને કેટલાક પ્રશ્નો વિશે જણાવીશું, જે વિઝા પ્રોસેસ માટે હંમેશા પૂછવામા આવે છે.
વિઝા માટે કેવા કેવા પ્રશ્નો પૂછાય છે
તમે કેમ છો?, શું તમે પહેલા ક્યારેય કેનેડા ગયા છો?, શિક્ષણનો ખર્ચ કોણ ઉઠાવશે?, તમે કયો કોર્સ પસંદ કર્યો છે અને શા માટે?, તમે જે કોર્સ પસંદ કર્યો છે તે તમારી અગાઉની લાયકાત સાથે કેવી રીતે સંબંધિત છે?, તમે કેનેડા કેમ પસંદ કર્યું?, તમે તે યુનિવર્સિટી કેમ પસંદ કરી?, તમારો TOEFL, GMAT, GRE, અથવા IELTS સ્કોર શું છે?, શું તમને કોઈ શિષ્યવૃત્તિ મળી છે?, તમે અંગ્રેજીમાં કેટલા અસ્ખલિત છો?, શું તમે કોઈ નાણાકીય સહાયક અથવા શિષ્યવૃત્તિ માટે અરજી કરી છે?, તમારા માતા-પિતા શું કરે છે?
વિદ્યાર્થીઓએ ધીરજ અને સમજણ સાથે તમામ પ્રશ્નોના જવાબ આપવાના હોય છે. દરેક જવાબ માટે અગાઉથી પોઈન્ટ તૈયાર કરેલા હોય તો જવાબ સરળતાથી આપી શકાય છે. વિદ્યાર્થીઓ માટે વિઝા મેળવવું ખૂબ જ પડકારજનક છે. આ માટે તમારે ઈન્ટરવ્યુ માટે તૈયાર રહેવું પડશે.
દર વર્ષે લાખો વિદ્યાર્થીઓ કેનેડામાં સ્ટુડન્ટ વિઝા પર પ્રવેશ મેળવી રહ્યાં છે. ગમે તે કોર્સમાં એડમિશન લઈને વિદ્યાર્થીઓ કેનેડામાં પ્રવેશ લઈ રહ્યાં છે. પરંતું હાલ કેટલાક વિદ્યાર્થીઓ એવા કોર્સમાં પ્રવેશ લઈ રહ્યા છે જેનો ભવિષ્યમાં કોઈ ફાયદો થતો નથી. તેઓ માટે કેનેડામાં સેટલ્ડ થવાના ઈરાદે જ આવા કોર્સમા એન્ટ્રી મેળવે છે. કેનેડાના નેતાઓએ આવા વિદ્યાર્થીઓને ચેતવણી આપી છે કે, કેનેડાના સ્ટડી વિઝાની અરજી કરતી વખતે તમારો ઈરાદો પીઆર મેળવવાનો હોય તો બે વખત વિચારજો. કારણ કે તેઓ આ કામ જેટલું સરળ માને છે તેટલું સરળ નથી. સ્ટુડન્ટ જ્યારે કેનેડામાં પગ મુકે છે ત્યારે તેમને એવી ધારણા હોય છે કે હવે થોડા દિવસોમાં જ તેઓ પીઆર માટે લાયક થઈ જશે. પરંતુ એવું નથી. કેનેડાની પીઆર સિસ્ટમ બહુ ચેલેન્જિંગ છે અને તેમાં ગળાકાપ હરિફાઈ હોય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે