Govt Jobs: 12 પાસ યુવાઓ માટે સરકારી નોકરીની તક, 81000 હશે પગાર, જાણો તમામ વિગત
CRPF Recruitment 2023: સીઆરપીએફમાં એએસઆઈ સ્ટેનો અને હેડ કોન્સ્ટેબલના પદો પર ભરતી નિકળી છે. આ પ્રક્રિયા હેઠળ ઈચ્છુક ઉમેદવાર 4 જાન્યુઆરીથી ઓનલાઇન અરજી કરી શકશે.
નવી દિલ્હીઃ CRPF Recruitment 2023: કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળ (CRPF) એ એએસઆઈ સ્ટેનો અને હેડ કોન્સ્ટેબલ (મિનિસ્ટ્રિયલ) ની ખાલી પડેલી જગ્યા ભરવા માટે જાહેરાત કરી છે. ઇચ્છુક ઉમેદવાર CRPF ની સત્તાવાર વેબસાઇટ crpf.gov.in પર જઈને અરજી કરી શકે છે. નોંધનીય છે કે આ પદો (CRPF Recruitment 2023) માટે અરજી પ્રક્રિયા 4 જાન્યુઆરીથી શરૂ થશે. ઉમેદવારોએ અરજી કરવા માટે છેલ્લી તારીખની રાહ જોવી નહીં. ઘણીવાર છેલ્લી તારીખની રાહ જોવી નુકસાનકારક સાબિત થાય છે. તેથી ઈચ્છુક ઉમેદવારોએ જલદી અરજી કરવી જોઈએ.
એએસઆઈ સ્ટેનો અને હેડ કોન્સ્ટેબલના પદો માટે યોગ્ય ઉમેદવાર સીધા આ લિંક https://crpf.gov.in/ પર ક્લિક કરીને પણ CRPF Recruitment 2023) માટે અરજી કરી શકે છે. આ પદો પર ભરતી સંબંધિત વિગત ઉમેદવાર CRPF ભરતી 2023 Notification PDF દ્વારા પણ મેળવી શકે છે. સીઆરપીએફ રિક્રૂટમેન્ટ ભરતી પ્રક્રિયા હેઠળ કુલ 1458 પદને ભરવામાં આવશે.
યોગ્યતા
ઇચ્છુક ઉમેદવારની પાસે માન્યતા પ્રાપ્ત બોર્ડ કે વિશ્વ વિદ્યાલયમાંથી ઇન્ટરમીડિએટ (10 + 2) કે સમકક્ષ ડિગ્રી હોવી જરૂરી.
અરજી ફી
સીઆરપીએફ રિક્રૂટમેન્ટ 2023 પ્રક્રિયા માટે જે ઉમેદવારો અરજી કરવાની યોજના બનાવી રહ્યાં છે, તેણે અરજી ફી તરીકે 100 રૂપિયાની ચુકવણી કરવી પડશે.
આ પણ વાંચોઃ નોકરી! ધોરણ 8 પાસ માટે સરકારી નોકરીની ઉજ્જવળ તક, 63 હજાર રૂપિયા મળશે પગાર
પસંદગીની પ્રક્રિયા
યોગ્ય ઉમેદવારોની પસંદગી કમ્પ્યૂટર આધારિત ટેસ્ટ, સ્કિલ ટેસ્ટ, ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, ડોક્યુમેન્ટ વેરિફિકેશન અને મેડિકલ ટેસ્ટના આધાર પર કરવામાં આવશે.
પગાર ધોરણ
પસંદગી પામેલા ઉમેદવારોને આસિસ્ટન્ટ સબ ઈન્સ્પેક્ટર સ્ટેનો લેવલ 5 હેઠળ 29200 રૂપિયાથી 92300 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલ મંત્રિસ્તરીય લેવલ 04 હેઠળ 25500 રૂપિયાથી 81100 રૂપિયા મળશે.
CRPF Recruitment 2023: મહત્વપૂર્ણ વિગત
ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ- 4 જાન્યુઆરી
ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ- 25 જાન્યુઆરી
કુલ જગ્યા- 1458
આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર સ્ટેનો- 143
હેડ કોન્સ્ટેબલ- 1315
આ પણ વાંચોઃ NASA ની ગજબની નોકરીની ઓફર, 24 કલાક પથારીમાં પડ્યા રહો અને લાખો કમાવો
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube