જોઈએ છે 81000 રૂપિયાવાળી સરકારી નોકરી? આ મંત્રાલયમાં કરો અરજી, પરીક્ષા વગર થશે પસંદગી
Government Job News: આ ભરતી હેઠળ અપર ડિવિઝન ક્લાર્ક (UDC) ના પદો પર ભરતી થવાની છે. કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રીના આ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જો તમે હજુ સુધી અરજી ન કરી હોય તો ફટાફટ કરી લેજો.
કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મિનિસ્ટ્રીમાં નોકરી જોઈતી હોય તો શાનદાર તક છે. જો તમે આ પદો માટે લાયકાત ધરાવતા હોવ તો તમે અધિકૃત વેબસાઈટ commerce.gov.in પર જઈને આ અંગે અરજી કરી શકો છો. આ ભરતી હેઠળ અપર ડિવિઝન ક્લાર્ક (UDC) ના પદો પર ભરતી થવાની છે. કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ મિનિસ્ટ્રીના આ પદો માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ છે. જો તમે હજુ સુધી અરજી ન કરી હોય તો ફટાફટ કરી લેજો.
મંત્રાલયના આ પદો હેઠળ કુલ 21 પદો પર ભરતી કરવામાં આવશે. જો તમે આ પદો માટે અરજી કરવાનું વિચારતા હોવ તો નીચે અપાયેલા નોટિફિકેશનને ધ્યાનથી વાંચી લેજો.
મળશે આટલો પગાર
જો તમારી આ જગ્યાઓ માટે પસંદગી થાય તો તમને સેલરી મેટ્રિક્સમાં લેવલ 04 હેઠળ 25500 રૂપિયાથી લઈને 81000 રૂપિયા સુધીનો માસિક પગાર આપવામાં આવશે.
ઉંમર મર્યાદા
જે પણ ઉમેદવાર આ પદો માટે અરજી કરવા જઈ રહ્યા હોય તેની ઉંમર મર્યાદા અંતિમ તારીખ સુધી 56 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. નીચે આપેલી લિંક પર ક્લિક કરીને મેળવી લો વિગતો...
આ રીતે કરો અરજી
અધિકૃત નોટિફિકેશન મુજબ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મંત્રાલયના આ પદો પર અરજી કરવા યોગ્ય ઉમેદવાર પ્રાસંગિક ડોક્યુમેન્ટ્સ સાથે નિર્ધારિત ફોર્મેટમાં અરજી ફોર્મને વિદેશ વેપારના ઝોનલ એડિશનલ ડાયરેક્ટર, જનરલ કાર્યાલય, કોમર્સ વિભાગ, કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી મંત્રાલય, શાસ્ત્રી ભવન એનેક્સી, નંબર 26, ડેરોઝ રોડ, નુંગમબક્કમ, ચેન્નાઈ- 600006 પર મોકલવાનું રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube