Sarkari Naukri: કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયમાં  ભરતી બહાર પડી છે. ગૃહ મંત્રાલય હેઠળ આવતી એજન્સી ઈન્ટેલિજન્સ બ્યુરોમાં આસિસ્ટન્ટ સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ ઓફિસર (ACIO) ગ્રેડ II એક્ઝીક્યુટિવ પદ માટે 995 જગ્યાઓ છે. ACIO પદ માટે ફોર્મ 25 નવેમ્બરથી ભરવામાં આવશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 15 ડિસેમ્બર રહેશે. ઈન્ટેલિજન્સ બ્યુરો તરફથી બહાર પડેલા નોટિફિકેશન મુજબ તે માટે અરજી ઓફિશિયલ વેબસાઈટ પર જઈને ઓનલાઈન મોડમાં કરવાની રહેશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ACIO પદ પર ભરતી માટે ઉંમર મર્યાદાની વાત કરીએ તો તે 18થી 27 વર્ષ છે. અનામત કેટેગરીમાં આવતા ઉમેદવારોને નિયમ મુજબ મહત્તમ ઉંમર મર્યાદામાં છૂટ આપવામાં આવશે. અરજી પ્રક્રિયા શરૂ થયા બાદ ઉમેદવાર કેન્દ્રીય ગૃહ મંત્રાલયની વેબસાઈટ https://www.mha.gov.in/ પર જઈને ફોર્મ ભરી શકશે. 


IB માં ACIO પદ માટે યોગ્યતા
ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ACIO પદ પર ભરતી થવા માટે માન્યતા પ્રાપ્ત યુનિવર્સિટીમાંથી ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ. ડિટેલ જાણકારી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક  કરવાનું રહેશે. આ સાથે બેઝિક કોમ્પ્યુટર નોલેજ હોવું પણ જરૂરી છે. 


અરજી ફી
ઈન્ટેલિજન્સ બ્યુરોમાં ACIO ભરતી ફોર્મ ફરવા માટે અરજી ફી સામાન્ય/ઓબીસી/ઈડબલ્યુએસ કેટેગરીના ઉમેદવારો માટે 450 રૂપિયા છે. જ્યારે એસસી/એસટી/ અને અન્ય તમામ શ્રેણીની મહિલા ઉમેદવારો માટે અરજી ફી 100 રૂપિયા છે. 


ACIO નો પગાર
આઈબીમાં ACIO નદ પર મૂળ પગાર 44,900 રૂપિયાથી લઈને 1,42,400 રૂપિયા વચ્ચે હશે. આ સાથે જ ડીએ, ટીએ, એચઆરએ જેવા અનેક પ્રકારના ભથ્થાનો લાભ પણ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube