SBI Recruitment 2024: સરકારી નોકરી મેળવવાની દરેકની ઈચ્છા હોય છે. એમાંય સરકારી બેંકમાં ઉંચા પગારવાળી નોકરી મેળવવાનું તો દરેકનું સપનું હોય છે. ત્યારે તમારું આ સપનું હવે પુરું થઈ શકે છે. કારણકે, દેશની સૌથી મોટી બેંક SBI એટલેકે, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા કરવા જઈ રહી છે ભરતી. યુવાનો માટે છે આ શાનદાર તક, જ્યા તમારે આ સરકારી નોકરી માટે નહીં આપવી પડે લેખિત પરીક્ષા.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

કઈ-કઈ પોસ્ટ માટે કરાશે ભરતી?
ઓફિસર (સ્પોર્ટસપર્સન) – 17 જગ્યાઓ
ક્લાર્ક (સ્પોર્ટસપર્સન)- 51 જગ્યાઓ
પોસ્ટની કુલ સંખ્યા - 68 જગ્યાઓ


કેટલો મળશે પગાર?
ઓફિસર (સ્પોર્ટસપર્સન)- પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 85920 રૂપિયાનો પગાર મળશે.
ક્લાર્ક (સ્પોર્ટસપર્સન)- પસંદ કરાયેલા ઉમેદવારોને દર મહિને 64480 રૂપિયાનો પગાર મળશે.


SBI માં નોકરી માટે કેટલી છે વય મર્યાદા?
અધિકારી (સ્પોર્ટસપર્સન) - ઉમેદવારની લઘુત્તમ વય મર્યાદા 21 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 30 વર્ષ હોવી જોઈએ.
ક્લાર્ક (સ્પોર્ટસપર્સન) – ઉમેદવારની લઘુત્તમ વય મર્યાદા 20 વર્ષ અને મહત્તમ વય મર્યાદા 28 વર્ષ હોવી જોઈએ.


SBI માં નોકરી મેળવવા માટે લાયકાત શું છે?
ઉમેદવારો પાસે કોઈપણ માન્ય યુનિવર્સિટી અથવા સંસ્થામાંથી સ્નાતકની ડિગ્રી હોવી જોઈએ. ઉપરાંત, છેલ્લા 3 વર્ષ દરમિયાન સંબંધિત રમતોમાં કોઈપણ આંતરરાષ્ટ્રીય રમતમાં દેશનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ. ઉમેદવારે રાષ્ટ્રીય સ્પર્ધામાં રાજ્યનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ અથવા કોઈપણ સ્તરની સ્પર્ધામાં જિલ્લાનું અથવા ઇન્ટર-યુનિવર્સિટી સ્પર્ધામાં યુનિવર્સિટીનું પ્રતિનિધિત્વ કર્યું હોવું જોઈએ અથવા સંયુક્ત યુનિવર્સિટી ટીમનો સભ્ય હોવો જોઈએ.


કેટલી છે અરજીની ફી?
સત્તાવાર નોટિફિકેશન અનુસાર, ઉમેદવારોએ ઓનલાઈન પેમેન્ટ ગેટવે દ્વારા એપ્લિકેશન ફી અને ઈન્ટિમેશન ફી (નોન-રીફંડપાત્ર) ચૂકવવાની રહેશે. આ ચુકવણી સામાન્ય/EWS/OBC ઉમેદવારો માટે 750 રૂપિયા છે અને SC/ST/OBC/PWBD ઉમેદવારો માટે કોઈ ફી/સૂચના ચાર્જ નથી. ડેબિટ કાર્ડ/ક્રેડિટ કાર્ડ/ઈન્ટરનેટ બેંકિંગ વગેરે દ્વારા ચુકવણી કરી શકાય છે.  


નોકરી માટે કઈ વેબસાઈટ પર કરવી અરજી?
આ વખતે SBI એ ઓફિસર (સ્પોર્ટ્સપર્સન) અને ક્લર્ક (સ્પોર્ટ્સપર્સન) ની જગ્યાઓ માટે ખાલી જગ્યાઓ બહાર પાડી છે. જે ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માગે છે તેઓ SBIની સત્તાવાર વેબસાઇટ sbi.co.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે.


કઈ છે અરજી કરવાની છેલ્લી તારીખ?
SBI ભરતી 2024 ની સત્તાવાર સૂચના અનુસાર, આ ભરતી દ્વારા કુલ 68 જગ્યાઓ ભરવામાં આવશે. જે ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરવાનું વિચારી રહ્યા છે તેઓ 14મી ઓગસ્ટના રોજ અથવા તે પહેલાં અરજી કરી શકે છે.