ઝી બ્યૂરો, અમદાવાદઃ રાજ્ય સરકારની હોસ્પિટલો, સામુહિક આરોગ્ય કેન્દ્રમાં સ્ટાફનર્સ વર્ગ-3ની કુલ 700 જગ્યાની ભરતી માટે આજે જ ફોર્મ ભરો. અરજી 1 જાન્યુઆરી 2021થી 21 જાન્યુઆરી 2021 સુધીમાં https://ojas.gujarat.gov.in વેબસાઇટ પર ફક્ત ઓનલાઇન કરવાની રહેશે.  સ્ટાફનર્સની ભરવાપાત્ર જગ્યાઓની વિગત તથા શૈક્ષણિક લાયકાત, પગાર ધોરણ, વયમર્યાદા, વયમર્યાદામાં છૂટછાટ અને સામાન્ય સુચનાઓની જાણકારી અહી મળી રહેશે.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૈક્ષણિક લાયકાત:-
1) ઇન્ડીયન નર્સીગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ બેઝીક બી.એસ.સી.(નર્સીગ) (Regular)નો ડીગ્રી કોર્ષ અથવા ઇન્ડીયન નર્સીગ કાઉન્સીલ દ્વારા માન્ય સંસ્થાઓ માંથી મેળવેલ જનરલ નર્સીગ એન્ડ મીડવીફરી (GNM)નો ડીપ્લોમા કોર્ષ માન્ય ગણાશે.
2) ઓકઝીલરી નર્સએન્ડ મીડવાઇફ (ANM) અને ફીમેલ હેલ્થ વર્કર (F.H.W) જેઓ રાજય સરકાર અથવા પંચાયત સેવામાં છેલ્લા ૧૦ વર્ષથી નિયમિત નિમણુકથી ફરજો બજાવતા હોય અને જાહેરાતમાં દર્શાવ્યા મુજબની બી.એસ.સી. (નર્સીંગ) અથવા જી.એન.એમ.ની શૈક્ષણિક લાયકાત ધરાવતા હોય તેઓ પણ આ જગ્યા માટે અરજી કરી શકે છે. અને તેઓને સરકારશ્રીના પ્રર્વતમાન નિયમોનુસાર વયમર્યાદામાં છુટછાટ મળવાપાત્ર રહેશે. પરંતુ કોઇપણ સંજોગોમાં ઉંમર ૪૫ વર્ષ કરતા વધવી જોઇએ નહી.
3. અરજી કરતી વખતે ગુજરાત નર્સીગ કાઉન્સીલમાં રજીસ્ટર્ડ નર્સ અને રજીસ્ટર્ડ મીડવાઇફનુ કાયમી અથવા સમયાંતરે રીન્યુઅલ કરાવેલ રજીસ્ટ્રેશન હોવુ ફરજીયાત છે. અરજી પત્રકમાં રજીસ્ટર્ડ નર્સ તેમજ રજિસ્ટર્ડ મીડવાઇફ અથવા સમકક્ષ લાયકાતનો રજીસ્ટ્રેશન નંબર અવશ્ય દર્શાવવાનો રહેશે.
4. ગુજરાતી / હિન્દી બંને ભાષાનું પુરતું જ્ઞાન ધરાવતો હોવો જોઇએ.
5. કોમ્પ્યુટર અંગેનું બેઝિક નોલેજ ધરાવતા હોવા અંગેનું કોઇપણ સરકાર માન્ય તાલીમ સંસ્થાનું પ્રમાણપત્ર હોવું જોઈએ અથવા ધોરણ 10,12માં કોમ્પ્યુટર વિષયની પરીક્ષા આપેલ હોવી જોઈએ.


JEE Main Exam 2021 Updates: હવે 1 વર્ષમાં 4 વખત આપી શકે JEE એક્ઝામ, જાણો શિડ્યૂલ


વય મર્યાદા:-
1) અરજી કરનારની વય 40 વર્ષ કરતા વધારે હોવી જોઈએ નહી.
2) મુળ ગુજરાતના હોય તેવા અનુસુચિતજાતિ, અનુસુચિતજનજાતિ, સામાજીક શૈક્ષણિક રીતે પછાત, આર્થિક રીતે નબળા વર્ગના ઉમેદવારોનાં કિસ્સામાં ઉપલી વયમર્યાદામાં નિયમોનુસાર 5 વર્ષની છુટછાટ આપવામાં આવશે.
3) 40 ટકા કે તેથી વધુ અપંગતા ધરાવતા ઉમેદવારોને ઉપલી વયમર્યાદામાં 10 વર્ષની છુટછાટ આપવામાં આવશે.
4) મહિલા ઉમેદવારોને વયમર્યાદામાં 5 વર્ષની છુટછાટ આપવામાં આવશે.
5) તમામ અનામત કેટેગરીના ઉમેદવારોની ઉપલી વયમર્યાદા છુટછાટ સાથે કોઈ પણ સંજોગોમાં નિયત તારીખે 45 વર્ષથી વધવી જોઈએ નહી.

ઉમેદવારોની પસંદગી પ્રકિયા:-
1) OMR પધ્ધતિથી પરીક્ષા લેવાશે. જેમાં નર્સિંગ વિષયના 100 પ્રશ્નો અને ગુજરાતી વિષયના 100 પ્રશ્નો MCQથી પુછવામાં આવશે. બંને વિષયમાં પાસ થવું જરૂરી છે.
2) દરેક ખોટા પ્રશ્નના જવાબ માટે 0.25 માર્ક બાદ કરવામાં આવશે.
3) ઉમેદવારે અરજીમાં ભરેલા મોબાઈલ નંબર પર પરીક્ષાની તમામ જાણકારી આપવામાં આવશે.
4) પરીક્ષા માટેનો સમય 2 કલાકનો રહેશે. પરીક્ષા ગુજરાતી અથવા અંગ્રેજી ભાષામાં આપી શકાશે.

આર્મીમાં નોકરીને લઈને આવ્યા મોટા બદલાવ, સરળતાથી મળશે એન્ટ્રી


પગાર ધોરણ:-
પ્રથમ પાંચ વર્ષ માટે સ્ટાફ નર્સવર્ગ-૩ને 31,340 રૂપિયાના માસિક ફિકસ પગારથી લાયક ઉમેદવારને કરાર આધારે નિમણુંક અપાશે. તે સિવાય અન્ય કોઇ ભથ્થા કે લાભો મળવાપાત્ર રહેશે નહિં. ત્યાર બાદ પાંચ વર્ષની સેવાઓ પૂરી થયેથી તેમની સેવાઓ નિમણૂંક સત્તાધિકારીને સંતોષકારક જણાયે તો સાતમાં પગારપંચ મુજબ પે. મેટ્રીક્સ લેવલ-5 પગાર ધોરણ 29,200 - 92300 રૂપિયા અથવા સરકાર દ્વારા નિયત કરવામાં આવતાં જે તે પગારધોરણમાં નિમણુંક કરવામાં આવશે.

પરીક્ષા ફી:-
- ઉમેદવારો માટે અરજી ફી 300 રૂપિયા રહેશે.
- ઓનલાઈન અને પોસ્ટ ઓફિસ મારફતે ફી મોકલી શકાશે.

નોંધ-
ઉમેદવારોનો તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ (૧૫ K.B) અને સહીનો નમુનો (૧૫ K.B) સાઇઝથી વધે નહીં તે રીતે JPG ફોર્મેટમાં સ્કેન કરી ઓનલાઇન અરજીમાં અપલોડ કરવાનો રહેશે. તમામ ઉમેદવારે અરજી પત્રકોમાં પોતાના શૈક્ષણિક લાયકાત, વય, જાતિ અંગેના તેમજ અન્ય જરૂરી પ્રમાણપત્રો મુજબ જ વિગતો ભરવાની રહેશે.


બિઝનેસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube