Government Jobs: DME ગુવાહાટીમાં ગ્રેડ 4ની 657 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. તમે ફોર્મ ભરવા માટે તેની વેબસાઈટ પર જઈને કરી શકશો અરજી. સરકારી નોકરીઓની રાહ જોતા યુવાનો માટે આ સમાચાર ખુબ જ મહત્ત્વના છે. સરકાર પોતાના આ વિભાગમાં મહત્ત્વનું મહેકમ ભરવા જઈ રહી છે. જેને પગલે યુવાઓને સરકારી નોકરીની મોટી તક ઉભી થઈ છે. જો તમે 8 ધોરણ પાસ છો અને સરકારી નોકરીની શોધમાં છો. તો તમારી માટે આ સમાચાર કામના છે . ડિરેક્ટોરેટ ઓફ મેડિકલ એજ્યુકેશન ગુવાહાટીએ ગ્રેડ 4 ની જગ્યાઓ માટે ભરતી બહાર પાડી છે.  આ ભરતી દ્વારા કુલ 657 જગ્યાઓ ભરવામાં આવશે. રસ ધરાવતા ઉમેદવાર સત્તાવાર વેબસાઇટ dme.assam.gov.in પર જઈને અરજી કરી શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

DME ગુવાહાટીમાં ભરતીમાં મહત્વપૂર્ણ તારીખ-
DME ગુવાહાટીમાં ભરતીમાં તારીખ 7 ફેબ્રુઆરી 2023થી તારીખ 22 ફેબ્રુઆરી 2023 સુધી અરજી કરી શકાશે. 


શૈક્ષણિક લાયકાત-
કોઈપણ ઉમેદવાર જે આ પોસ્ટ્સ માટે અરજી કરવા માગે છે. તે માન્ય સંસ્થામાંથી ધોરણ 8 પાસ હોવો જોઈએ.


વય મર્યાદા-
આ ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોની વય મર્યાદા 18 વર્ષથી 50 વર્ષની હોવી જોઈએ. અનામત વર્ગના ઉમેદવારોને વયમાં છૂટછાટ આપવામાં આવશે. વિગતવાર માહિતી મેળવવા માટે, ઉમેદવારની ખાલી જગ્યાની સૂચના વાંચો. 


આ ભરતી માટે અરજી ફી-
મેડિક્લ એજ્યુકેશન ડિરેક્ટોરેટની આ ભરતીની સૈૌથી મહત્વની બાબત એ છે કે ઉમેદવારોએ અરજી કરવા માટે કોઈ ફી આપવી પડશે નહીં.


પગાર ધોરણ-
આ ભરતીમાં પસંદ થયેલા ઉમેદવારને 12 હજારથી લઈને 52 હજાર રૂપિયા સુધીનો મળશે પગાર