Govt Jobs 2023: મોટાભાગના યુવાઓ સરકારી નોકરીની રાહ જોતા હોય છે. એટલું જ નહીં સરકારી નોકરીના સપના જોઈને તેઓ તેના માટે તનતોડ તૈયારીઓ પણ કરતા હોય છે. બસ તો આશા છોડવાની જરૂર નથી. તમારા માટે આવી ગઈ છે એક સોનેરી તક. સરકારના કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (CCIL) એ મેનેજમેન્ટ ટ્રેની, જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવ સહિત વિવિધ જગ્યાઓની ભરતી કરી છે. આ ભરતી માટે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 13 ઓગસ્ટ 2023 છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટિફિકેશન મુજબ, કોટન કોર્પોરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડમાં વિવિધ જગ્યાઓ માટે ભરતી કરવા માટે, ઉમેદવારો પાસે એગ્રી બિઝનેસ મેનેજમેન્ટમાં MBA/ B.Sc એગ્રીકલ્ચર/ CA/ CMA/ MBA ફાયનાન્સ ડિગ્રી હોવી આવશ્યક છે.


આવશ્યક શૈક્ષણિક લાયકાત-
મેનેજમેન્ટ ટ્રેઇની (માર્કેટિંગ) - ઉમેદવારો પાસે એગ્રી બિઝનેસ મેનેજમેન્ટમાં MBA ડિગ્રી હોવી જોઈએ.
મેનેજમેન્ટ ટ્રેઇની (એકાઉન્ટ્સ) – ઉમેદવારો પાસે CA/CMA/MBA ફાયનાન્સ/MMS/M.Com હોવું જોઈએ.
જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવ - B.Sc એગ્રીકલ્ચર ન્યૂનતમ 50% માર્ક્સ (SC/ST/દિવ્યાંગ માટે 45%)


વય મર્યાદા-
આ ભરતી માટે લઘુત્તમ વય 18 વર્ષ અને મહત્તમ વય 30 વર્ષ છે. મહત્તમ વય મર્યાદામાં, SC અને ST વર્ગના ઉમેદવારોને 5 વર્ષ, OBC (નોન-ક્રિમી લેયર) 3 વર્ષ અને દિવ્યાંગ ઉમેદવારોને ત્રણ વર્ષની છૂટછાટ મળશે.


તમને કેટલો પગાર મળશે-
મેનેજમેન્ટ તાલીમાર્થી – 30,000 – 1,20,000 (IDA)
જુનિયર કોમર્શિયલ એક્ઝિક્યુટિવ-22000-90000 (IDA)


અરજી ફી-
જનરલ/EWS/OBC – રૂ. 1500
SC/ST/ભૂતપૂર્વ સૈનિક/દિવ્યાંગ – રૂ. 500