આ બેંકે નાણાકીય વર્ષમાં આટલા લોકોને આપી રોજગારી
વર્તમાન નાણાકીય વર્ષમાં એચડીએફસી બેંકના કાયમી કર્મચારીઓની સંખ્યામાં 21,503 નવા કર્મચારીઓ ઉમેરાયા છે, જે ગત વર્ષની સરખામણીએ 90%થી વધારેનો વધારો સૂચવે છે. નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં આ આંકડો 26,000ને પાર કરી જાય તેવી સંભાવના છે. ગત નાણાકીય વર્ષ 2020-21માં બેંકે 12,931 લોકોને રોજગારી પૂરી પાડી હતી.
નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં એચડીએફસી બેંકના કાયમી કર્મચારીઓની સંખ્યામાં 21,503 નવા કર્મચારીઓ ઉમેરાયા છે, જે ગત વર્ષની સરખામણીએ 90%થી વધારેનો વધારો સૂચવે છે. નાણાકીય વર્ષ 2021-22ના અંત સુધીમાં આ આંકડો 26,000ને પાર કરી જાય તેવી સંભાવના છે. ગત નાણાકીય વર્ષ 2020-21માં બેંકે 12,931 લોકોને રોજગારી પૂરી પાડી હતી.
સ્ટાફની ભરતી એ વર્ષ 2021માં જાહેર કરવામાં આવેલા ‘ફ્યુચર - રેડી’ પ્લાનમાં રેખાંકિત કરવામાં આવેલી બેંકની રણનીતિનો એક ભાગ છે. આ પ્લાન મુજબ, 13,000થી વધુ લોકોની એકસામટી ભરતી બેંકની ચાર વ્યાપક ડીલિવરી ચેનલોમાં કરવામાં આવી છે.
આ માધ્યમોની મદદથી બેંક અર્ધ-શહેરી અને ગ્રામ્ય વિસ્તારો સહિત સમગ્ર દેશને આવરી લઈ છેવાડાના માનવી સુધી પહોંચી શકે છે. ગ્રાહકોના અનુભવને સુધારવાના પ્રયત્નોના ભાગરૂપે બેંક આ માધ્યમોને આગળ વધારી રહી છે. બાકીની ભરતી ક્રેડિટ કાર્ડ્સ; રીટેઇલ એસેટ; કૉમર્શિયલ બેંકિંગ (બિઝનેસ બેંકિંગ) અને સરકારી અને સંસ્થાગત બિઝનેસ જેવા બિઝનેસ વર્ટિકલ્સમાં કરવામાં આવી છે.
‘ફ્યુચર - રેડી’ પ્લાનમાં રેખાંકિત કરવામાં આવેલ બેંકના ટેકનોલોજી રૂપાંતરણ એજન્ડાના ભાગરૂપે આ વર્ષે ‘એન્ટરપ્રાઇઝ ફેક્ટરી’ અને ‘ડિજિટલ ફેક્ટરી’ એમ બે સ્પેશિયલ ફૉકસ યુનિટો પણ રચવામાં આવ્યાં છે, જેથી કરીને ટેકનોલોજી / ડિજિટલ કામગીરીઓ સમન્વિત અને એકીકૃત થઈ શકે.
આ વિસ્તરણને શક્ય બનાવવા માટે બેંકે ટેલેન્ટ એક્વિજિશન સ્ટ્રેટેજી અમલી બનાવી છે, જે પ્રતિષ્ઠિત શૈક્ષણિક સંસ્થાઓ સાથે વ્યૂહાત્મક શૈક્ષણિક ગઠબંધન કરીને ભવિષ્ય માટે સજ્જ હોય તેવા ટેલેન્ટ પાઇપલાઇન્સની રચના કરવાનો ઇરાદો ધરાવે છે. ફ્યુચર બેંકર્સ પ્રોગ્રામ એ તેનું મહત્ત્વનું ઉદાહરણ છે. બેંકરોની આગામી પેઢી ઊભી કરવાના હેતુથી સીધી કેમ્પસમાંથી ભરતી કરવી એ આ વ્યૂહરચનાનો અન્ય એક સ્તંભ છે.
એચડીએફસી બેંકના સીએચઆરઓ વિનય રાઝદાને જણાવ્યું હતું કે, ‘અમારા લોકો હંમેશાથી અમારી મૂળભૂત શક્તિ રહ્યાં છે અને આ પ્રકારે ભરતી કરીને અમે અમારા ‘પીપલ એડવાન્ટેજ’ને આગળ વધારી રહ્યાં છીએ. અમે સમગ્ર સંગઠનમાં શ્રેષ્ઠ પ્રતિભાઓની ભરતી કરી રહ્યાં છીએ અને અમને વિશ્વાસ છે કે, અમારી ભવિષ્ય માટે સજ્જ ટીમો આગામી વર્ષોમાં વિકાસના નોંધપાત્ર વાહકો બની રહેશે, રીટેઇલ, કૉમર્શિયલ અને કૉર્પોરેટ જેવા અમારા સેગમેન્ટોમાં અમારા ગ્રાહકોને શ્રેષ્ઠ સેવા પૂરી પાડશે. માર્કેટમાં ઉપલબ્ધ વિકાસની તક પ્રત્યે અમને પૂરેપૂરો વિશ્વાસ છે.’
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube