India Flag Quiz: સેનામાં ભરતી થવું હોય કે પછી ઉચ્ચા હોદ્દાવાળી સરકારી નોકરી મેળવવી હોય તો તેની પહેલા એક્ઝામ આપવી પડે છે. આ એક્ઝામમાં અલગ અલગ પ્રકારના પ્રશ્નો પૂછવામાં આવે છે. એક્ઝામ કોઈપણ હોય તેમાં જનરલ નોલેજ અલગ જ સબ્જેક્ટ હોય છે. જનરલ નોલેજ વધારવું હોય તો સતત નવી નવી વસ્તુઓ વિશે જાણકારી મેળવવી જોઈએ. આજે તમને ભારતના રાષ્ટ્રધ્વજ સંબંધિત જાણકારી આપીએ. રાષ્ટ્રધ્વજ સંબંધિત આ જનરલ નોલેજ તમારી જાણકારી વધારશે. અને સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ આ જાણકારી કામ આવશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રાષ્ટ્રધ્વજ સંબંધિત પ્રશ્નો અને જવાબો


આ પણ વાંચો: આ કોલેજમાં ભણવું દરેક યુવતીનું સપનું, ફક્ત ગ્રેજ્યુએશન કરે તેની પણ લાઈફ થઈ જાય સેટ


1. પહેલી વખત રાષ્ટ્રીય ધ્વજ ક્યારે ફરકાવવામાં આવ્યો હતો ?


જવાબ - પહેલી વખત રાષ્ટ્રીય ધ્વજ 7 ઓગસ્ટ 1906 ના રોજ ફરકાવવામાં આવ્યો હતો. 


2. રાષ્ટ્રધ્વજનો અનુપાત શું હોય છે ?


જવાબ - રાષ્ટ્રધ્વજની લંબાઈ અને ઊંચાઈનું માપ 3:2 હોય છે. 


3. રાષ્ટ્રીય ધ્વજ કયા મૌલિક અધિકાર અંતર્ગત આવે છે ?


જવાબ - રાષ્ટ્રીય ધ્વજ ફરકાવો આર્ટીકલ 19(i) અંતર્ગત આવે છે. 


આ પણ વાંચો: High Paying Jobs: દેશના Top 5 સેક્ટર્સ, જેમાં કરિયર એટલે ઊંચા પગારની નોકરી પાક્કી


4. ભારતના હાલના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોણે તૈયાર કરી હતી ?


જવાબ - ભારતના રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન પીંગલી વૈકૈયા એ તૈયાર કરી હતી. 


5. રાષ્ટ્રીય ધ્વજમાં ભગવો રંગ શું દર્શાવે છે ?


જવાબ - રાષ્ટ્રીય ધ્વજમાં ભગો રંગ શક્તિ અને સાહસનું પ્રતીક છે. 


આ પણ વાંચો: કોમ્પ્યુટર સાયન્સના 7 બેસ્ટ કોર્સ, કોર્સ પુરો કરો એટલે તરત મળે સારા પગારની નોકરી


6. ભારતના રાષ્ટ્રીય ધ્વજમાં ચરખાની જગ્યાએ ચક્ર ક્યારે અસ્તિત્વમાં આવ્યું ?


જવાબ - ભારતીય તિરંગામાં ચરખાની બદલે ચક્રનો ઉપયોગ પહેલીવાર 1947 માં થયો હતો. 


7. રાષ્ટ્રીય ઝંડો ફરકાવતી વખતે ઉપર કયો રંગ હોવો જોઈએ ?


જવાબ - રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે ત્યારે ઉપર કેસરી રંગ હોવો જોઈએ. 


8. રાષ્ટ્રધ્વજમાં સફેદ રંગ કઈ વાતનું પ્રતીક છે? 


જવાબ - રાષ્ટ્રધ્વજમાં રહેલો સફેદ રંગ સત્ય અને વિચારોની પવિત્રતાનું પ્રતિક છે.