નવી દિલ્લીઃ કોરોના કાળમાં અનેક લોકોને નોકરીઓ ગુમાવવાનો વારો આવ્યો છે. રોજગાર-ધંધા બંધ થઈ જતાં સંખ્યાબંધ લોકો બેરોજગાર બન્યા છે. આ વિકટ સ્થિતિની વચ્ચે એક સારા સમાચાર આવ્યાં છે. ગુજરાત સહિત દેશના યુવાનોને ભારતીય નૌ સેનામાં જોડાવવાની એક ઉત્તમ તક ઉભી થઈ છે. ક્યાં સુધીમાં આ ભરતી માટે અરજી કરી શકાશે? અરજી કેવી રીતે કરવી? ક્યારે પરીક્ષા લેવામાં આવશે? કેટલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે અને આ ભરતી માટે ના શું ધારા-ધોરણો છે તે તમામ સવાલોના જવાબ તમને અહીં મળશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING


નૌસેનાના કેરળના વિશેષ નૌસેના સ્પેશિયલ કોર્સના અંતર્ગત અરજી કરી શકાશે. લાયકાત ધરાવતા ઉમેદવાર 2 જૂલાઈ 2021 થી 16 જૂલાઈ 2021 સુધી અરજી કરી શકશે. દેશના યુવાનો આર્મીના જોડાઈને દેશની સેવા કરવા માટે રાહ જોઈ રહ્યા હોય છે. દેશ માટે સેવા કરવાનો મોકો દરેક ભારતીયોને મળતો નથી. દેશ માટે સેનામાં જોડાઈને સેવા કરવા માગતા યુવાનો માટે સારી તક કહી શકાય. ઉમેદવાર અરજી ફક્ત ઓનલાઈન જ કરી શકશે.
  
શૈક્ષણિક લાયકાત:
ભારતીય નૌસેનાના એક્ઝિક્યુટિવ બ્રાન્ચની કુલ 45 જગ્યાઓ માટે ઉમેદવાર B.E અથવા B.T ની પદવી મેળવેલ ઉમેદવાર અરજી કરી શકશે. MSC  કે કોમ્પ્યુટરની ડિગ્રી ધરાવતા ઉમેદવાર અરજી કરી શકશે. અરજી કરવા માટે WWW. JOININDIANNAVY.GOV.IN પર નોંધણી કરવાની રહેશે.
 
વય મર્યાદા:
સરકારી ભરતી માટે નિયત કરવામાં આવેલી વય મર્યાદાને જ આ ભરતીમાં પણ અનુસરવામાં આવશે.

પરીક્ષા ફી:
જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારને 205 રૂપિયા ફી ભરવાની રહેશે. જ્યારે એસી / એસટીના ઉમદેવાર માટે કોઈ ફી ભરવાની નહીં રહે.
 
શારીરિક ક્ષમતા:
ઉમેદવારને નેવીમાં જોડાવવા માટેની લંબાઈ - 157 સે.મી હોવી જોઈએ. જ્યારે 7 મિનિટમાં 1.6 કિ.મી.ની દોડ પુરી કરવાની રહેશે. અને સીટ-અપ્સ 20 વખત મારવાના રહેશે. જ્યારે પુશ-અપ 10 વખત મારવાના રહેશે.


આ એક માણસ માટે બોલીવુડની મોટાભાગની અભિનેત્રીઓએ કેમેરા સામે ઉતારી દીધાં બધાં કપડાં! ફોટા જોઈને હચમચી ગયા બધા


રેખાએ બેડથી બાથરૂમ સુધી બધી જગ્યાએ આપ્યાં બોલ્ડ સીન, રેખાનો રોમાંસ જોઈ ત્યારે અમિતાભને પણ થઈ હતી અકળામણ!


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube