Accenture Lay off: વિશ્વ પર મંદીના ભય વચ્ચે મોટી કંપનીઓમાં છટણીની પ્રક્રિયા ચાલી રહી છે, આ ક્રમમાં વધુ એક મોટી છટણી થવા જઈ રહી છે. આઇટી ક્ષેત્રની અગ્રણી કંપની એક્સેન્ચરે ગુરુવારે તેના કર્મચારીઓમાંથી 19,000 કર્મચારીઓને ઘટાડવાની જાહેરાત કરી છે. આ સાથે કંપનીએ તેના પરિણામોમાં વાર્ષિક રેવેન્યુ ગ્રોથ અને અને પ્રોફિટના અંદાજમાં પણ ઘટાડો કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

2.5% કર્મચારીઓને નીકળવાની જાહેરાત 
આગામી દિવસોમાં એક્સેન્ચર દ્વારા બરતરફ કરવામાં આવનાર કર્મચારીઓની આ સંખ્યા તેના કુલ કર્મચારીઓના 2.5 ટકા છે. કંપની દ્વારા જારી કરાયેલા નિવેદન અનુસાર, આ છટણી આગામી 18 મહિનામાં તબક્કાવાર કરવામાં આવશે. 


કોસ્ટ કટિંગ છે મુખ્ય કારણ 
કંપની દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, આ મોટી છટણીના સંબંધમાં, નાણાકીય વર્ષ 2023 ના બીજા ત્રિમાસિક ગાળા દરમિયાન, અમે અમારા વિકાસને સુવ્યવસ્થિત કરવા અને ખર્ચ ઘટાડવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. આ પહેલા એમેઝોને 18,000 કર્મચારીઓને ચોંકાવી દીધા હતા, માઇક્રોસોફ્ટે 11,000, ફેસબુકની પેરન્ટ કંપની મેટાએ બે તબક્કામાં 21000 કર્મચારીઓની છટણીની જાહેરાત કરી હતી. હવે એક્સેન્ચરે પણ મોટા પાયે છટણીની જાહેરાત કરી છે.


આ પણ વાંચો
Rashifal: ચૈત્ર નવરાત્રીનો ત્રીજો દિવસ સિંહ રાશિના લોકો માટે રહેશે ખાસ
Medical અને Engineeringમાં કારકિર્દી બનાવવા નથી માગતા? તો આ ઓફબીટ વિકલ્પ અજમાવો
SSC Selection: 10 અને 12 પાસને કેન્દ્ર સરકારમાં નોકરીની તક, જાણો કેવી રીતે કરવી અરજી



કંપનીએ રેવન્યુ-પ્રોફિટનું અનુમાન ઘટાડ્યું
રોઇટર્સના અહેવાલ મુજબ, આઇટી ક્ષેત્રની અગ્રણી એક્સેન્ચરે તેની આવક અને નફાના અનુમાનમાં પણ ઘટાડો કર્યો છે. કંપની હવે વાર્ષિક આવક વૃદ્ધિ 8% થી 10% ની વચ્ચે રહેવાની અપેક્ષા રાખે છે, જે અગાઉના 8% થી 11% વૃદ્ધિના અંદાજની તુલનામાં છે. એક્સેન્ચરે જણાવ્યું હતું કે તે હવે શેર દીઠ $10.84 થી $11.06 ની આવકની અપેક્ષા છે, જે અગાઉ $11.20 થી $11.52 વચ્ચે હતી.


સીઈઓએ આ મોટી વાત કહી
એક્સેન્ચરના સીઈઓ જુલી સ્વીટએ અર્નિંગ કોલ પછી જણાવ્યું હતું કે અમે નાણાકીય વર્ષ 2024 અને તે પછીના સમયમાં અમારા ખર્ચ ઘટાડવા માટે આ જરૂરી પગલાં લઈ રહ્યા છીએ.. આઇટી કંપનીનું આ પગલું યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજ દરોમાં 25 બેસિસ પોઇન્ટનો વધારો કર્યાના એક દિવસ બાદ સામે આવ્યું છે.


આ પણ વાંચો
પોલીસમાં નોકરી મેળવવા માંગતી યુવતીઓ માટે પરીક્ષાથી લઈ ભરતી સુધીની A to Z જાણકારી
માં દુર્ગાના શૃંગાર માટે જરૂરી છે 7 વસ્તુઓ, કોઈ વસ્તુ ભુલી ગયા હોય તો આજે જ ચઢાવો

રાશિફળ 24 માર્ચ 2023: જાણો કોણે રહેવું પડશે અત્યંત સતર્ક
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube