Jobs: સરકારી નોકરીની રાહ જોતા યુવાનો માટે મોટી તક! મેનેજરના પદ માટે પણ ખાલી છે જગ્યાઓ, જલદી કરો અરજી
કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે કુલ 162 જગ્યા પર ભરતી કરવામાં આવી છે . સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ એક સારી સમાચાર કહી શકાય.
નવી દિલ્લીઃ કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે કુલ 162 જગ્યા પર ભરતી કરવામાં આવી છે . સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા યુવાનો માટે આ એક સારી સમાચાર કહી શકાય. ભારતમાં કોરોનાના સમયમાં ઘણા બધા લોકોની નોકરી જતી રહી છે. અને ધંધામાં મંદી આવી ગઈ હતી. ત્યારે ધીમી-ધીમી દરેક સરકારી વિભાગમાં ભરતી કરવામાં આવી રહી છે. NABARD માં મેનેજરના અલગ-અલગ પદ માટે ભરતી કરવામાં આવી છે. NABARD માં ગ્રેડ -A આસિસ્ટન્ટ મેનેજર પદમાં 155 જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે. જ્યારે ગ્રેડ- B માં મેનેજરના પદ માટે કુલ 7 જગ્યાઓ પર ભરતી કરાઈ છે.
કેવી રીતે કરશો અરજી:
કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક માં મેનેજરના પદ માટે www.nabard.org વેબસાઈટ પરથી અરજી કરી શકાશે. 17-7-2021થી 07-8-2021 સુધી ઉમેદવાર અરજી કરી શકશે.
શૈક્ષણિક લાયકાત:
કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંકના મેનેજર પદ માટે www.nabard.org પરથી તમને લાયકાત વિશે જાણકારી મળશે. સાઈટ પરથી સૂચના જાહેર કરવામાં આવ્યું છે.
ઉમેદવારની પસંદગી પ્રક્રિયા:
NABARD માં જોડાવવા માટે ઉમેદવારની પસંદગી તે ઇન્ટરવ્યૂ થી કરવામાં આવશે.
વય મર્યાદા:
ઉમેદવારોની વય 25થી 40 વર્ષની વચ્ચે હોવી જોઈએ.
અનુભવ:
ઉમેદવારને 5 વર્ષનો સેનામાં કોઈ પણ દળનો અનુભવ હોવો જોઈએ.
પરીક્ષા ફી:
SC અને STના ઉમેદવારને 100 રૂપિયા અને જ્યારે ઓપન કેટેગરી અને OBC માટે 750 ભરવાના રહેશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube