Intelligence Bureau 2022 Recruitment Eligibility: ગૃહ મંત્રાલય હેઠળની એક મુખ્ય આંતરિક સુરક્ષા એજન્સી ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) એ સહાયક કેન્દ્રીય ગુપ્તચર અધિકારી-I/એક્ઝિક્યુટિવ, ACIO-II/એક્ઝિક્યુટિવ, JIO-I/એક્ઝિક્યુટિવ, JIO-II એક્ઝિક્યુટિવ, કન્ફેક્શનર- કો-કૂક, કેરટેકર અને અન્યની 776 જગ્યાઓ માટે ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

IB ACIO-II/Tech 2022 પોસ્ટ ભરતી માટેની પસંદગી પ્રક્રિયામાં GATE સ્કોર અને ઇન્ટરવ્યુ દ્વારા ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગનો સમાવેશ થશે. આ ભરતી માટેની સૂચના આજે 7મી જુલાઈ 2022ના રોજ બહાર પાડવામાં આવી છે. આ માટેની અરજી પ્રક્રિયા પણ ટૂંક સમયમાં શરૂ થશે. જ્યારે, આ માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા ઓગસ્ટમાં બંધ થઈ જશે. આ જગ્યાઓ પર ભરતી માટે મહત્તમ વય મર્યાદા 56 વર્ષ રાખવામાં આવી છે. અને આ ભરતી પ્રક્રિયામાં ઉમેદવારોને સરકારી નિયમો અનુસાર ઉપલી વય મર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે.


પગારની વાત કરીએ તો, સહાયક સેન્ટ્રલ ઇન્ટેલિજન્સ ઓફિસર-1/એક્ઝિક્યુટિવ (ગ્રુપ-બી) ની પોસ્ટ માટે પગાર 47600 રૂપિયાથી 151100 રૂપિયા પ્રતિ મહિને હશે. મદદનીશ કેન્દ્રીય ગુપ્તચર અધિકારી જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસરની પોસ્ટ માટે રૂ. 44900 થી રૂ. 142400 પ્રતિ માસ. જૂનિયર ઈન્ટેલિજેંસ ઓફિસર Iના પદ પર 29200 થી રૂ. 92300 પ્રતિ માસ, જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર 2 ના પદ માટે રૂ. 25500 થી 81100 પ્રતિ માસ, સિક્યોરિટી આસિસ્ટેન્ટના પદ પર રૂ. 21700 થી 69100 પ્રતિ માસ, સિક્યોરિટી ઈન્ટેલિજન્સ ઓફિસર (મોટર ટ્રાન્સપોર્ટ)ના પદ પર 21700 રૂપિયાથી લઈને 69100 રૂપિયા મહિનો, કન્ફેક્શનર કમ રસોઇયાના પદ માટે રૂ.21700 થી રૂ.69100 પ્રતિ માસ, કેયરટેકરના પદ માટે રૂ.29200 થી રૂ.92300 પ્રતિ માસ અને જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર 2 (ટેક્નિકલ)ની પોસ્ટ માટે રૂ. 25500 થી રૂ. 81100 પ્રતિ માસ સુધીની સેલેરી મળશે.


આ ભરતી પ્રક્રિયામાંથી મદદનીશ કેન્દ્રીય ઈન્ટેલિજન્સ અધિકારીના 70 પદ, મદદનીશ કેન્દ્રીય ઈન્ટેલિજન્સ અધિકારીની 350 જગ્યાઓ. જુનિયર ઇન્ટેલિજન્સ ઓફિસરની 100 જગ્યાઓ, સુરક્ષા સહાયક 1ની 50 જગ્યાઓ, સિક્યોરિટી આસિસ્ટેન્ટની 100 જગ્યાઓ, જૂનિયર ઇન્ટેલિજન્સ ઓફિસર (મોટર ટ્રાન્સપોર્ટ) 1ની 20 જગ્યાઓ, ઈન્ટેલિજન્સ ઓફિસર (મોટર ટ્રાન્સપોર્ટ) 2ના 35 જગ્યાઓ, સિક્યોરિટી આસિસ્ટેન્ટ (મોટર ટ્રાન્સપોર્ટ)ના 20 જગ્યાઓ, હલવાઈ કમ કૂકની 9 જગ્યાઓ, કેરટેકરની 5 જગ્યાઓ અને જુનિયર ઈન્ટેલિજન્સ ઓફિસર (ટેક્નિકલ)ની 7 જગ્યાઓ ભરવામાં આવશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube