નવી દિલ્લીઃ યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં  સ્પેશિયલ ઓફિસર તરીકે જોડાવવા માંગતા માટે આ એક સારા સમાચાર કહી શકાય. કોરોના કાળમાં સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે દરેક રાજ્યમાં રોજગાર-ધંધા પર તેની માઠી અસર પડી હતી. અને ઘણા લોકોની તો નોકરી પણ છીનવાઈ ગઈ હતી. જેમ-જેમ કોરોનાના કેસમાં ઘટાડો થયો તેમ-તેમ દરેક સ્તર પર ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે. UBI માં  સ્પેશિયલ ઓફિસર ના પદ માટે 347 જેટલી જગ્યાઓ પર ભરતી કરવામાં આવી છે..


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ રીતે કરી શકશે અરજી:
યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં જોડાવવા માંગતા યુવાનોને ઓનલાઈન અરજી કરવાની રહેશે. તારીખ 12-08-2021 થી 03-09-2021 સુધી ઉમેદવાર અરજી કરી શકશે. જ્યારે પરીક્ષા ની સંભવિત તારીખ 09-10-2021 રહેશે.


ઉમેદવારની પસંદગી પ્રક્રિયા:
આ પદ માટે અરજી કરનાર ઉમેદવારની પસંદગી લેખિત પરીક્ષાના આધારે કરવામાં આવશે. ત્યારબાદ વ્યક્તિગત મુલાકાત ના આધારે કરવામાં આવશે.


વય મર્યાદા:
યુનિયન બેંક ઓફ ઈન્ડિયામાં જોડાવવા માંગતા ઉમેદવારોની વય  સ્પેશિયલ ઓફિસર માં  સિનિયર મેનેજરના પદ માટે ઓછામાં ઓછા 30 વર્ષ અને વધુમાં વધુ 40 વર્ષ હોવી જોઈએ. જ્યારે  મેનેજરના પદ માટે ઓછામાં ઓછી 25 અને વધુમાં વધુ 35 વર્ષ હોવી જોઈએ. વય મર્યાદામાં છૂટ સંબંધિત વધુ જાણકારી તમને નોટિફિકેશન માંથી મળી જશે.

લાયકાત:
UBI માં સ્પેશિયલ ઓફિસર ના પદ માટે અલગ-અલગ પદના અનુસાર લાયકાત અને અનુભવ વિશેની જાણકારી નોટીફિકેશન માંથી મળી જશે.


પરીક્ષા ફી:
SC/ST/PWD ઉમેદવારોને કોઈ પણ પ્રકારની ફી ભરવાની રહેશે નહીં. જ્યારે જનરલ, EWS અને OBCના ઉમેદવારોએ 850 રૂપિયા ભરવાના રહેશે.