દેશની આ બેંકમાં આવી નોકરીની બમ્પર તક, મહિને 80,000 થી વધુ પગાર મળશે
Central Bank Of India Jobs : સેન્ટ્રલ બેક ઓફ ઈન્ડિયામાં ચીફ મેનેજર ગ્રેડ-4 અને સીનિયર મેનેજર ગ્રેડ-3 ના પદ પર નોકરીની શાનદાર ઓફર આવી છે, જો એપ્લાય કરવુ હોય તો જરૂરી માહિતી અહી વાંચી લો
Central Bank Of India Recruitment 2023 : સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં નોકરી માટે મોટી તક છે..જે યુવાનો નોકરી શોધી રહ્યા છે તે યુવાનોએ માટે સારા સમાચાર સામે આવ્યા છે..સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં 250 વિવિધ પોસ્ટ માટે જગ્યા ખાલી છે. જે ઉમેદવારો નોકરી કરવા માંગે છે તે યુવાનોઓ છેલ્લી તારીખ પહેલા નિયત ફોર્મેટમાં અરજી કરવી પડશે. અરજી માટેસેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયાની સત્તાવાર વેબસાઇટ centerbankofindia.co.in છે. નોકરી માટેની અરજી માત્ર ઓનલાઈન જ થશે.
1- વેકેન્સી
સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડિયામાં કુલ 250 જગ્યાઓ માટે ભરતી બહાર આવી છે. જેમાં ચીફ મેનેજરની 50 જગ્યા અને સિનિયર મેનેજર ગ્રેડ 3ની 2022 જગ્યા છે.
2- છેલ્લી તારીખ
27 જાન્યુઆરી 2023થી શરૂ થઈ છે અને અરજી કરવાની છેલ્લી તારીખ 11 ફેબ્રુઆરી 2023 છે. લેખિત પરીક્ષાથી આ જગ્યા પર પસંદગી કરવામાં આવશે. પરીક્ષાની તારીખ હજુ સુધી સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી, પરંતુ પરીક્ષા માર્ચ મહિનામાં એટલે કે માર્ચ 2023માં લેવામાં આવી શકે છે. પસંદગી પામેલા ઉમેદવારોને ઈન્ટરવ્યુ માટે બોલાવવામાં આવશે.
આ પણ વાંચો :
શરમથી પાણી પાણી થઈ મોડલ, બાળકો જે સ્કૂલમાં ભણતા હતા ત્યાં લીક થયા તેના ઈનરવેરના Pics
બજેટ વચ્ચે મોટા સમાચાર, પૂર્વ પ્રધાનમંત્રી મનમોહન સિંહને બ્રિટનમાં મળ્યો મોટો એવોર્ડ
આ જમાઈએ જે કર્યું તેનાથી દિલ ગાર્ડન ગાર્ડન થઈ ગયું, સસરાની ઈચ્છા પૂરી કરી
3- ફી
SC, ST, PWD અને મહિલા ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની નથી. અન્ય તમામ કેટેગરીના ઉમેદવારોએ 850 રૂપિયા ફી ભરવાની રહેશે.
4- કોણ અરજી કરી શકે છે
કોઈપણ વિદ્યાશાખામાં સ્નાતકની ડિગ્રી હોવી આવશ્યક છે. આ સાથે, તેની પાસે ઓછામાં ઓછા સાત વર્ષ સુધી PSU અથવા ખાનગી બેંકમાં અધિકારી તરીકે કામ કરવાનો અનુભવ હોવો જોઈએ. વય મર્યાદા ચીફ મેનેજરના પદ માટે 40 વર્ષ અને સિનિયર મેનેજરના પદ માટે 35 વર્ષ છે.
5- પગાર
ચીફ મેનેજરના પદ માટેના ઉમેદવારોને મહત્તમ 89,890 રૂપિયાનો પગાર મળશે. અને સિનિયર મેનેજરની પોસ્ટ માટે પગાર 78,230 સુધી છે.
આ પણ વાંચો : ગુજરાતના 1.40 કરોડ ગ્રાહકોને મોટો ઝટકો, મોંઘવારીમાં હવે વીજળી બિલ વધુ આવશે