નવી દિલ્હી: જો તમે પણ નોકરીની શોધમાં છો તો તમારા માટે સારા સમાચાર છે. એલઆઇસી (LIC) આસિસ્ટન્ટ પદ માટે મોટી સંખ્યામાં વેકેન્સી બહાર પાડી છે. જો તમે આ પદ માટે જરૂરી યોગ્યતાને પુરી કરો છો અને તેમાં ધરાવો છો તો તમે 1 ઓક્ટોબર સુધી ઓનલાઇન એપ્લાઇ કરી શકો છો. આ પરીક્ષામાં પ્રશ્નોની પેટર્ન બેકિંગની પરિક્ષા જેવી જ હોય છે. આ પદ માટે બેસિક પે સ્કેલ 14435 રૂપિયા હશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વેકેન્સી સાથે સંકળાયેલી મુખ્ય વાતો
પદનું નામ: આસિસ્ટન્ટ
સીટોની સંખ્યા: 781
યોગ્યતા: ગ્રેજ્યુએશન
વય મર્યાદા: 18 થી 30 વર્ષ
નોકરી કરવાનું સ્થળ: ઝોનના આધારે


કેવી રીતે કરશો એપ્લાઇ
આસિસ્ટન્ટ અથવા ક્લાર્કના પદ માટે ઉમેદવારે ફક્ત એલઆઇસીની ઓફિશિયલ વેબસાઇટ પર જ ઓનલાઇન અરજી કરવાની છે. 


એપ્લિકેશન ફી
આ પદ માટે અરજી કરનારે એસસી-એસટી કેટેગરીના ઉમેદવારે 50 રૂપિયા+ટ્રાંજેક્શન ચાર્જના રૂપમાં એપ્લિકેશન ફી આપવાની રહેશે. બાકી બધી કેટેગરીના ઉમેદવારોએ 600 રૂપિયા+ટ્રાંજેકશન ચાર્જ ચૂકવવો પડશે. 


જરૂરી તારીખો
- ઓનલાઇન રજિસ્ટ્રેશનની શરૂઆત: 17 સપ્ટેમ્બર 2019થી
- એપ્લિકેશન રજિસ્ટ્રેશનની અંતિમ તારીખ: 1 ઓક્ટોબર 2019
- એપ્લિકેશનમાં સુધારો કરવાની અંતિમ તારીખ: 1 ઓક્ટોબર 2019
- એપ્લિકેશનની પ્રિટિંગ માટે અંતિમ તારીખ: 22 ઓક્ટોબર 2019
- ઓનલાઇન ફી જમા કરાવવાની અંતિમ તારીખ: 17 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર 2019 સુધી