Layoffs: દુનિયાભરની ટેક કંપનિયોમાં છટણીનો માહોલ હજુ સુધી પૂર્ણ થયો નથી. છેલ્લા કેટલાક મહિનાઓમાં ગૂગલ અને ટ્વિટર સહીત કેટલીય કંપનીઓએ પોતાના કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કરી દીધા છે. હવે આ લિસ્ટમાં લિંક્ડઈન નામની કંપનીનો પણ સમવેશ થયો છે. બિઝનેસ પ્રોફેશનલ નેટવર્કિંગ સાઈટ લિંક્ડઈને પણ જણાવ્યું છે કે,  તે પોતાની ચાઈનિઝ જોબ એપ્લિકેશન એપને બંધ કરી રહ્યાં છે. કંપનીએ છટણીનો આ નિર્ણય નબળી વૈશ્વિક આર્થિક વ્યવસ્થાના કારણે લીધો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

લિંક્ડઈનના CEO રયાન રોસલૈંસ્કી (Ryan Roslansky) છટણીના સંદર્ભમાં ઈમેલ કરીને કર્મચારીયોને સચેત કર્યા હતા. આ મેઈલમાં કંપનીએ જણાવ્યું કે આ બદલાતા વાતાવરણમાં બિઝનેસ ઓર્ગેનાઈઝેશનમાં કંપનીએ મોટો બદલાવ કર્યો છે અને ચાઈનિઝ જોબ એપ્લિકેશનને બંધ કરવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી 716 લોકોની નોકરી ગઈ છે. સેલ્સ, ઓપરેશન અને સપોર્ટ ટીમના કર્મચારીઓની નોકરી ગઈ છે.


આ પણ વાંચો:
શુક્રની રાશિમાં 'બુધાદિત્ય રાજયોગ', પલભરમાં બદલાઇ જશે આ 3 રાશિઓની કિસ્મત
ટ્રોલ થયેલ Ananya Pandayના આ નાના પર્સની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો! જાણો વિગત
Mental Health: બ્રેકઅપ પછી ડિપ્રેશનમાં આવી ગયા છો? આ 5 રીતે કરો MOVE ON


છેલ્લા 6 મહિનામાં દુનિયાભરમાં ટેક સેક્ટરમાં કામ કરવાવાળા 2,70,000થી વધુ કર્મચારીઓની નોકરી ગઈ છે જેમાં અમેઝોન, ફેસબૂક અને Googleની મૂળ કંપની આલ્ફાબેટ જેવી મોટી કંપનીઓનો સમાવેશ થાય છે. Microsoft કંપનીએ 2016માં 26 બિલિયન ડોલરમાં લિક્ડઈન કંપની ખરીદી હતી. Microsoft કંપનીએ આ વર્ષની શરૂઆતમાં લગભગ 10,000 કર્મીઓની છટણી કરી હતી. 


ગયા વર્ષે ઓક્ટોમ્બર-નવેમ્બરમાં ટ્વિટરમાં થયેલી છટણી પણ દરેક ટેક કંપનીયોએ વારાફરથી કર્મચારીઓને નોકરીમાંથી છૂટા કર્યા હતા. દરેક કંપનીઓએ વૈશ્વિક નબળી આર્થિક વ્યવસ્થા અને ધીમા બિઝનેસ ગ્રોથનું કારણ આપ્યું હતું. 


આ પણ વાંચો:
ડીઝલ કાર ખરીદવાનો પ્લાન હોય તો 10 લાખ રૂપિયાથી ઓછી કિંમતની આ છે 5 બેસ્ટ ડીઝલ કાર્સ
શરીરના આ ભાગ પર ગરોળી પડે ત્યારે મળે છે સત્તા, કયા હિસ્સા પર પડવાથી મળે છે લાભ
મચ્છરોના ત્રાસથી પરેશાન છો? આજે જ ઘરમાં લગાવો આ 5 છોડ, એક પણ મચ્છર આસપાસ નહીં ભટકે
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube