ટ્રોલ થયેલ Ananya Pandayના આ નાના પર્સની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો! જાણો વિગત

Ananya Panday Trolled: બોલિવૂડ અભિનેત્રી અનન્યા પાંડે તાજેતરમાં એક ઇવેન્ટમાં પિન્ક આઉટફિટ સાથે નાની સોનેરી બકેટ સ્ટાઇલ બેગ લઈને ટ્રોલ થઈ હતી. હવે આ બેગની કિંમત સામે આવી છે અને લોકો તે જાણીને ચોંકી ગયા છે!

ટ્રોલ થયેલ Ananya Pandayના આ નાના પર્સની કિંમત જાણીને તમે પણ ચોંકી જશો! જાણો વિગત

Ananya Panday Carry Rs 5 Lakh Bag: બોલિવૂડ કલાકારો હંમેશા તેમના કામ અને લુક્સ માટે ઓળખાય છે અને પસંદ કરવામાં આવે છે, તેટલા જ તેઓ તેમના વિચિત્ર કપડાં અને એસેસરીઝ માટે ટ્રોલ પણ થાય છે. થોડા સમય પહેલા અનન્યા પાંડે એક ઈવેન્ટમાં પિંક ડ્રેસમાં જોવા મળી હતી, જેમાં ઘણા લોકોએ તેની તુલના બાર્બી ડોલ સાથે કરી હતી. અનન્યા પાંડે આ લુકમાં ક્યૂટ લાગી રહી હતી પરંતુ તેમ છતાં તેને ઘણી ટ્રોલ કરવામાં આવી છે. ખરેખર, અનન્યાએ તેના ગુલાબી ડ્રેસ સાથે ગોલ્ડન બેગ કેરી કરી હતી, જે ખૂબ જ નાની હતી અને તેની ડિઝાઇન પણ ખૂબ જ યુનિક હતી. હવે આ નાની બેગની કિંમત કેટલી છે તે જાણવા મળ્યું છે અને બેગની કિંમત જાણીને લોકો ચોંકી ગયા છે..

એક્ટ્રેસે આ લુક HT India's Most Stylish Awards માટે પહેર્યો હતો. તેણે પિન્ક કલરનું બ્લેઝર આઉટફિટ, સેમ કલરની ટાઈટ્સ અને બ્લોક હીલ્સ સાથે લુક કમ્પ્લીટ કર્યો હતો. એક્ટ્રેસે તેની ડોલ સ્ટાઇલ બેગ કેરી કર્યું હતું તેના કારણે તેને ટ્રોલીંગનો સામનો કરવો પડ્યો. આ ડોલ જેવા પર્સની કિંમત સાંભળીને તમારા હોંશ ઉડી જશે!

No description available.

તમને જણાવી દઈએ કે અનન્યા પાંડેએ કેરી કરેલી આ 'પોટ ઓફ ગોલ્ડ' બેગ અમેરિકન લક્ઝરી બ્રાન્ડ જુડિથ લીબર (Judith Leiber)ની છે અને તેની અંદર મેટાલિક લાઇન છે અને ઉપર ક્રિસ્ટલ કવર છે. આ બકેટ ડિઝાઈન કરેલી બેગની કિંમત 5,995 USD છે, જેને ભારતીય ચલણમાં કન્વર્ટ કરવામાં આવે તો લગભગ 4.9 લાખ રૂપિયા એટલે કે લગભગ 5 લાખ રૂપિયા થશે. આ નાની બેગની કિંમત જાણીને ઘણા  લોકો ચોંકી ઉઠ્યા છે.

આ પણ વાંચો:
ગુજરાતમાંથી ગુમ થયેલી 41 હજાર મહિલાઓનું શું છે સત્ય? ગુજરાત પોલીસે કર્યો ધડાકો
રાશિફળ 09 મે: આ જાતકોને આજે અચાનક તગડો નાણાકીય લાભ થવાના યોગ, શત્રુઓ હારશે
હવે રાજ્યમાં પડશે ભારે ગરમી, હવામાન વિભાગે કરી યલો અને ઓરેન્જ એલર્ટની આગાહી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news