જો તમે ગ્રેજ્યુએટ હોવ અને સરકારી નોકરી શોધી રહ્યા હોવ તો તમારો ઈન્તેજાર ખતમ થવાનો છે. રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેંક (NABARD) તરફથી આસિસ્ટન્ટ મેનેજરના પદ માટે ભરતીનું નોટિફિકેશન બહાર પડ્યું છે. બહાર પડેલા નોટિફિકેશન મુજબ 150 પદો પર ભરતી કરવામાં આવશે. આ પદો માટે અરજી જલદી બંધ થવાની છે. આવામાં જે લોકોએ આ પદો માટે અરજી કરી નથી તેઓ જેમ બને તેમ જલદી અરજી કરી લે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

NABARD તરફથી આસિસ્ટન્ટ મેનેજર માટે અરજી પ્રક્રિયા 2 સપ્ટેમ્બર 2023થી શરૂ થઈ હતી. આ ભૂમિકા ગ્રામીણ વિકાસ બેંકિંગ સેવા (RDBS) ના ગ્રેડ એ હેઠળ આવે છે. જે ઉમેદવાર આ પદ માટે અરજી કરવા માંગતા હોય તેઓ 23 સપ્ટેમ્બર 2023 સુધીમાં રજિસ્ટ્રેશન કરાવી શકે છે. ઉમેદવારોએ ધ્યાન રાખવું કે આ જગ્યા માટે ફેઝ 1ની પરીક્ષા 16 ઓક્ટોબર 2023ના રોજ આયોજિત થશે. અરજીની વિગતો નીચે જોઈ શકો છો. 


એપ્લિકેશન ફી
જનરલ, ઓબીસી અને ઈડબલ્યુએસ વર્ગથી આવનારા ઉમેદવારોએ 800 રૂપિયા અરજી ફી ભરવી પડશે. આ સાથે જ  એસટી, એસટી અને દિવ્યાંગ વર્ગથી આવતા ઉમેદવારો માટે 150 રૂપિયા એપ્લિકેશન ફી નક્કી કરાયેલી છે. રજિસ્ટ્રેશન કરવાની સાથે જ એપ્લિકેશન ફી પણ તે જ તારીખ સુધીમાં ભરી શકો છો. એપ્લિકેશન ફીની ચૂકવણી ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ  કે નેટ બેંકિંગ દ્વારા કરી શકાય છે. 


યોગ્યતા અને ઉંમર મર્યાદા
આસિસ્ટન્ટ મેનેજર  ગ્રેડ 1ના 150 પદો માટે ભરતી થવાની છે. આ પદ માટે અરજી કરનારા ઉમેદવારો 60 ટકા સાથે સંબંધિત ટ્રેડમાં ગ્રેજ્યુએટ હોવા જરૂરી છે. આસિસ્ટન્ટ મેનેજરના પદ માટે અરજી કરનારા ઉમેદવારોની ઓછામાં ઓછી વય 21 વર્ષ હોવી જોઈએ. જ્યારે વધુમાં વધુ ઉંમર 30 વર્ષ રાખવામાં આવી છે. અત્રે જણાવવાનું કે અનામત શ્રેણીના ઉમેદવારો માટે મહત્તમ વયમર્યાદામાં છૂટ આપવાની જોગવાઈ છે. 


કેવી રીતે કરવી અરજી


- ઈચ્છુક ઉમેદવાર ફોર્મ એપ્લાય કરતા પહેલા તેની ઓફિશિયલ વેબસાઈટ nabard.org પર જઈને ચેક કરી લે. 
- આ સાથે જ ઉમેદવારોને New Registration ઓપ્શન જોવા મળશે. તેના પર ક્લિક કરો. 
- ઉમેદવાર પોતાનું રજિસ્ટ્રેશન ફોર્મ ભરી લે. 
- પોતાનું નામ, શૈક્ષણિક લાયકાત, ડોક્યૂમેન્ટ્સ જે પદ માટે અરજી કરી રહ્યા છો, તે તમામ પ્રકારની જાણકારીઓ સાવધાનીપૂર્વક ભરી લો. 
- સબમિટ પર ક્લિક કરો અને ત્યારબાદ ફોર્મનું પ્રિન્ટઆઉટ લઈ લો. 


સિલેક્શન પ્રોસેસ
આસિસ્ટન્ટ મેનેજરના પદ માટે પ્રીલિમ્સ પરીક્ષા થશે. જેમાં 200 સવાલોના જવાબ આપવાના રહેશે. દરેક સવાલનો એક અંક રહેશે. પરીક્ષાની સમયમર્યાદા 120 મિનિટ રહેશે. પ્રીલિમ્સ પરીક્ષા પાસ કરનારા ઉમેદવારોને મેઈન્સમાં બેસવાની તક મળશે. મેઈન્સ પરીક્ષા બે ફેસમાં થશે. જેમાં દરેક સવાલ 2 અંક કે 1 અંકનો રહેશે. દરેક ખોટા જવાબ માટે 0.25 અંક કપાશે. વધુ માહિતી માટે ઓફિશિયલ નોટિફિકેશન ચેક કરો. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube