બેરોજગારો માટે ખુશખબર! મોદી સરકાર 10 લાખ લોકોને આપી શકે છે નોકરી, સૌથ વધુ તક રેલવેમાં
Govt Jobs: વિવિધ સરકારી નોકરીઓ માટે તૈયારી કરી રહેલા યુવાનો માટે આ સારા સમાચાર છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારના ઘણા વિભાગોમાં 9 લાખથી વધુ પદ ખાલી છે. ચાલો જાણીએ કયા વિભાગમાં કેટલી જગ્યાઓ ખાલી છે.
નવી દિલ્હીઃ Govt Jobs: દેશના લાખો યુવાનો સરકારી નોકરી માટે તૈયારી કરી રહ્યા છે. આવી સ્થિતિમાં યુવાનો માટે સરકારી નોકરી મેળવવાની સુવર્ણ તક છે. વાસ્તવમાં, કેન્દ્ર સરકારના વિવિધ વિભાગોમાં 9.79 લાખથી વધુ પદો પર ખાલી જગ્યાઓ છે. હવે સરકાર તરફથી ખાલી પડેલી જગ્યાઓની માહિતી મળ્યા બાદ મોટી સંખ્યામાં સરકારી જગ્યાઓ ભરાય તેવી સંભાવના છે. સરકારે પહેલાંથી જ તમામ મંત્રાલયો/વિભાગોને ખાલી જગ્યાઓ ભરવા માટે સૂચનાઓ આપી દીધી છે. આ અંગેની ભરતી માટેની સૂચના પણ ટૂંક સમયમાં બહાર પાડવામાં આવે તેવી અપેક્ષા છે.
લગભગ 10 લાખ જગ્યાઓ ખાલી છે
કેન્દ્રીય કર્મચારી રાજ્ય મંત્રી જિતેન્દ્ર સિંહે આ સંદર્ભમાં એક મહત્વપૂર્ણ માહિતી આપી છે. તેમણે જણાવ્યું કે ભારત સરકારના વિવિધ મંત્રાલયોમાં 9.79 લાખથી વધુ પદો ખાલી છે. આ ખાલી પડેલી જગ્યાઓમાં રેલ્વેમાં સૌથી વધુ જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારતીય રેલ્વેમાં કુલ 2.93 લાખ જગ્યાઓ ખાલી છે. કેન્દ્રીય મંત્રી જિતેન્દ્ર સિંહે માહિતી આપી હતી કે 1 માર્ચ 2021 સુધી આટલી બધી જગ્યાઓ ખાલી હતી. કેન્દ્રીય મંત્રીએ કહ્યું કે આ ખાલી જગ્યાઓ ભરવા માટે કામ કરવામાં આવી રહ્યું છે.
આ પણ વાંચોઃ ઈલ ઈન્ડિયા લિમિટેડમાં છે નોકરીની બેસ્ટ તક, આ દિવસ પહેલાં કરી લો અરજી
આ વિભાગોમાં જગ્યાઓ ખાલી છે
સંરક્ષણ (નાગરિક) વિભાગ ભારતીય રેલ્વે પછી બીજા નંબરનો સૌથી મોટો વિભાગ છે. અહીં ખાલી જગ્યાઓની સંખ્યા 2.64 લાખ છે.
ગૃહ વિભાગમાં 1.43 લાખ જગ્યાઓ ખાલી છે.
મહેસૂલ વિભાગમાં 80,243 જગ્યાઓ છે.
ભારતીય ઓડિટ અને એકાઉન્ટ વિભાગમાં 25,934 જગ્યાઓ ખાલી છે.
અણુ ઉર્જા વિભાગમાં 9,460 જગ્યાઓ ખાલી છે.
નિમણૂક માટે સતત ભરતી ઝુંબેશ હાથ ધરાશે
મળતી માહિતી મુજબ, કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો, વિભાગો અને સંગઠનોમાં જેટલા કર્મચારીઓની જરૂર હોય છે તેટલી જ જગ્યાઓ પર નિમણૂકો કરવામાં આવી રહી છે. આ માટે કેન્દ્ર સરકાર દ્વારા રોજગાર મેળાનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારે એક વર્ષમાં 10 લાખ ખાલી જગ્યાઓ ભરવાનું લક્ષ્ય રાખ્યું છે. આવી સ્થિતિમાં, એવી અપેક્ષા રાખવામાં આવે છે કે આગામી એક વર્ષમાં, સરકારના વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં ભરતીઓ બહાર આવવાની છે.
આ પણ વાંચોઃ આ સ્કૂલ નથી પણ IAS-IPSની છે ખાણ, CBIના ડાયરેક્ટર પણ અહીં રહી ચૂક્યા છે વિદ્યાર્થી
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube