Student Visa : ગુજરાતી હંમેશાં વિદેશ જવા માટે તલપાપડ હોય છે. લોકો લાખો રૂપિયા ખર્ચીને ડંકી મારી રહ્યાં છે. કાયદેસર લાઈન લગાવીને જતા ગુજરાતીઓની સંખ્યા પણ ઓછી નથી. ગુજરાતીઓ માટે અમેરિકા, કેનેડા અને બ્રિટન એ ફેવરિટ દેશો છે. લોકો હવે ન્યૂઝિલેન્ડ પણ જઈ રહ્યાં છે. જોકે, હવે તેમના ખિસ્સા વધુ ખાલી થાય તેવી સંભાવના છે. ન્યૂઝીલેન્ડ દ્વારા ૧ ઓક્ટોબર ૨૦૨૪થી અમલમાં આવે તેવી રીતે સ્ટુડન્ટ્સ વિઝા ફી બમણી કરવામાં આવી છે. આ ઉપરાંત ટૂરિસ્ટ અને વર્કર્સ વિઝા ફીમાં પણ જંગી વધારો કરાયો છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જીવનસાથી કે બાળકોને સ્પોન્સર કરી શકશે નહીં
જેને પગલે હવે ન્યૂઝિલેન્ડ જવા માટે તમારે વધારે પૈસા ખર્ચવા પડશે. ન્યૂઝીલેન્ડ દ્વારા ટૂરિસ્ટ વિઝા ફી ૧૯૦ ન્યૂઝીલેન્ડ ડૉલરથી વધારીને ૩૦૦ ન્યૂઝીલેન્ડ ડૉલર કરાઈ છે. આમ તે આશરે રૂ. ૧૫,૨૭૬ કરાઈ છે જ્યારે વર્ક વિઝાનાં નિયમો વધુ કડક કરાયા છે. જેને પગલે વનિઝાની પણ સંખ્યા ઘટી શકે છે. વિદેશી કર્મચારીઓ માટે હવે પરિવારને સાથે લઈ જવાનું મુશ્કેલ બનશે. જે લોકો એક્રેડિટેડ એમ્પ્લોયર વર્ક વિઝા ધરાવે છે અને ANZSCO માટે સ્કિલ લેવલ ૪ અને ૫ ધરાવે છે અને રેસિડન્સી માટે યોગ્યતા ધરાવતા નથી તેઓ તેમના જીવનસાથી કે બાળકોને સ્પોન્સર કરી શકશે નહીં. જેને પગલે ન્યૂઝિલેન્ડ જનારા ભારતીયોની સંખ્યા વધી શકે છે. 


રાજકોટમાં રક્ષાબંધનની રાતે ભયાનક અકસ્માત, બે કાર વચ્ચેની ટક્કરમાં 4 યુવકોના કમકમાટીભર્યા મોત


ઓસ્ટ્રેલિયા કરતા ઘણી ઓછી
ન્યૂઝિલેન્ડ સરકારે જણાવ્યું છે કે ઇમિગ્રેશન સિસ્ટમને વધુ સાતત્યપૂર્ણ અને ટકાઉ બનાવવા તેમજ નાણાકીય જવાબદારી દેશનાં ટેક્સ્પેયર્સને બદલે વિઝા માટે અરજી કરનારાઓ પર લાદવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. 


ન્યૂઝીલેન્ડની સ્ટુડન્ટ વિઝા ફી હજી પણ ઓસ્ટ્રેલિયા કરતા ઘણી ઓછી છે. ત્યાં વિઝા ફી હમણા વધારીને ૧,૯૦૦ ઓસ્ટ્રેલિયન ડૉલર કરાઈ છે. આમ લોકોએ ઓસ્ટ્રેલિયા બાદ આ ઓપ્શન રાખ્યો હતો. હવે ન્યૂઝિલેન્ડ જનારા છાત્રોની સંખ્યામાં પણ ઘટાડો થશે. 


છાત્રોને વિઝા હવે ડબલ ચૂકવવી પડશે
ભારતનાં વિદ્યાર્થીઓએ હવે બમણી વિઝા ફી ચૂકવવી પડશે. પહેલા ભારતીય વિદ્યાર્થીઓ માટે વિઝા ફી ૩૭૫ ન્યૂઝીલેન્ડ ડૉલર હતી જે હવે ૭૫૦ ન્યૂઝીલેન્ડ ડૉલર કરવામાં આવી છે. આમ ભારતનાં વિદ્યાર્થીઓએ પહેલા વિઝા ફીનાં રૂ. ૧૯,૦૦૦ ચૂકવવા પડતા હતા જે હવે વધીને બમણા એટલે કે રૂ. ૩૮,૧૯૧ ચૂકવવા પડશે.


ઓગસ્ટની આ તારીખે આવી રહ્યો છે તોફાની વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહી