ઓગસ્ટની આ તારીખે આવી રહ્યો છે તોફાની વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહી

Weather Updates : 23થી 26 ઓગસ્ટ દરમિયાન ગુજરાતમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી... ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા... 
 

ઓગસ્ટની આ તારીખે આવી રહ્યો છે તોફાની વરસાદનો રાઉન્ડ, અંબાલાલ પટેલની આગાહી

Ambalal Patel Monsoon Prediction : ગુજરાતમાંથી ગાયબ થયેલા વરસાદ અંગે આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. અંબાલાલ પટેલે ભવિષ્યવાણી કરતા કહ્યું કે, આગામી તારીખ ૨૩ થી ૨૬ ઓગસ્ટમાં ગુજરાતમાં ભારે વરસાદ થશે. કારણકે બિહાર અને બંગાળ તરફ થતો લો પ્રેશર ત્યાની મધ્યપ્રદેશ અને ગુજરાતમાં થશે. અરબ સાગરની મજબુત થશે, રાજ્યમાં ભારે વરસાદની શક્યતા છે. ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદની શક્યતા છે. ૨૬ મી પછી વધુ એક સિસ્ટમ સક્રિય થશે. સપ્ટેમ્બર અને ગણેશ ચતુર્થીના દિવસે પણ વરસાદની શક્યતા રહેશે. 

આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી
અંબાલાલ પટેલે કહ્યું કે, 16થી 24 ઓગસ્ટમાં રાજ્યમાં સારા વરસાદ થવાની શક્યતા છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ તેમજ પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની શક્યતા છે. તેમણે વધુમાં કહ્યું કે, ઉત્તર ભારતમાં લો પ્રેશર બનતા બહોળા વિસ્તારમાં પૂર્વ ભારત, મહારાષ્ટ્ર, કચ્છ બહોળો વિસ્તાર વરસાદનો બનશે. સાયક્લોનિક સર્ક્યુલેશન બનતા ઉત્તર ભારતથી મહારાષ્ટ્ર સુધી વરસાદ થઈ શકે છે. ચોમાસાની ધરી દક્ષિણ તરફ હોવાના કારણે ૩૦ જૂલાઈ સુધી ગુજરાતમાં સારો વરસાદ થશે. ઓગસ્ટ માસમાં સારા વરસાદી ઝાપટાં આવશે. ૧૬ થી ૨૨ ઓગસ્ટમાં વરસાદ આવી શકે છે.  

ખેડૂતો માટે અંબાલાલ પટેલની સલાહ
ખેડૂતો માટે અંબાલાલ પટેલે કહ્યું કે, શુક્ર ગ્રહનું ભ્રમણ જોતા ઉભા કૃષિ પાકોમાં રોગ આવવાની શક્યતા છે. બાગાયતી પાકોમાં કીટના ઈંડા થાય એવી શક્યતા, જેથી આવા પાંદડાઓનું નાશ કરવો હિતાવહ છે. જો ખેડૂતોએ જંતુનાશક વાપરવું ન હોય તો ટ્રાઈકોકાર્ડ ભરાવવા સારા. 30 ઓગસ્ટે રાજસ્થાન અને ગુજરાતમાં હળવા ભારે વરસાદ પડશે. 

પરેશ ગોસ્વામીની આગાહી 
હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ પોતાની સોશિયલ મીડિયાની ચેનલ પર આપેલી લેટેસ્ટ માહિતીમાં જણાવ્યુ છે કે, હાલ ગુજરાત પર કોઇ વરસાદી સિસ્ટમ સક્રિય નથી. પરંતુ ભેજને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ઝાપટાં થઇ શકે છે. છેલ્લા કેટલાક દિવસોથી સૌરાષ્ટ્ર સહિત અનેક વિસ્તારોમાં ઝાપટાં પડી રહ્યા છે. પરંતુ હવે આ ઝાપટાંની તીવ્રતા, સંખ્યા અને વિસ્તારોમાં પણ ઘટાડો નોંધાશે. ખેતીકામમાં અડચણરૂપ થાય તેવા ઝાપટાં પડવાની હાલ કોઇ શક્યતા નથી.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news