Oil India Recruitment 2023: ઓઈલ ઈન્ડિયા લિમિટેડે ફિલ્ડ ઓફિસ, દુલિયાજણ માટે 40 બોઈલર ઓપરેટરની જગ્યા માટે અરજી મંગાવી છે. તેના માટે oil indiaએ એક નોટિફિકેશન જાહેર કર્યુ છે. ઈચ્છુક અને યોગ્ય ઉમેદવાર ઓઈલ ઈન્ડિયામાં નોકરી મેળવવા માગે છે તો સત્તાવાર વેબસાઈટ oil-india.com પર જઈને એપ્લાય કરી શકે છે. આ ભરતી પ્રક્રિયા દ્વારા 40 જગ્યા ભરવામાં આવશે. oil india bharti અંતર્ગત આ પદ પર કોઈપણ જાતની પરીક્ષા વિના એટલે કે માત્ર પસંદગી કરવામાં આવશે. આ જગ્યા  કોન્ટ્રાક્ટ પર આધારિત છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

oil indiaમાં કેટલી જગ્યા ભરવામાં આવશે:
oil india અંતર્ગત કુલ બોઈલર ઓપરેટરની 40 જગ્યા ભરવામાં આવશે.


શું છે શૈક્ષણિક યોગ્યતા?
કોઈપણ માન્યતા પ્રાપ્ત સંસ્થાન કે બોર્ડમાંથી 10 પાસ હોવા છતાંની સાથે 02 વર્ષના સમયના પ્રાસંગિક અભ્યાસક્રમમાં ટ્રેડ સર્ટિફિકેટ હોવું જોઈએ. સાથે જ એક સક્ષમ સરકારી મેનેજમેન્ટ દ્વારા કાયદેસર અને વર્તમાન ક્લાસ 1 બોઈલર અટેન્ડેન્ટ સર્ટિફિકેટ હોવું જોઈએ. તે સિવાય શૈક્ષણિક યોગ્યતા પછી 2 વર્ષના સંબંધિત ટ્રેડમાં કામ કરવાનો અનુભવ પણ હોવો જોઈએ.


Jobs 2023: નોકરી શોધતા લોકો માટે મોટી ખુશખબર! આ 5 કંપનીઓમાં આવી બમ્પર ભરતી


છટણીની વચ્ચે ભારતીય કંપની આપશે 25 હજાર લોકોને નોકરી, જાણો ડિટેઈલ્સ


IOCL Jobs: ઈન્ડિયન ઓઈલમાં નીકળી 106 પોસ્ટ માટે ભરતી, જાણો યોગ્યતા અન પગાર ધોરણ


oil indiaમાં કેટલો પગાર મળશે:
ઉમેદવાર જે ઓઈલ ઈન્ડિયા લિમિટેડ અંતર્ગત બોઈલર ઓપરેટરની જગ્યા પર પસંદગી થાય તો પગાર તરીકે દર મહિને 16,640થી 19,500 રૂપિયાનો પગાર મળશે.


યાદ રાખવા જેવી મહત્વની તારીખ:
ઓઈલ ઈન્ડિયા લિમિટેડે 40 ખાલી જગ્યા ભરવા માટે યોગ્ય ઉમેદવારો પાસે અરજી મંગાવી છે. તો ઈચ્છુક ઉમેદવાર જરૂરી પૂરાવાની સાથે 4 માર્ચથી 6 માર્ચ સુધી થનારા ઈન્ટરવ્યૂમાં જોડાઈ શકે છે. 


oil india માટેની અન્ય જાણકારી:
ઉમેદવારોને વોક ઈન પ્રેક્ટિકલ/સ્કીલ ટેસ્ટ કમ પર્સનલ ઈવેલ્યુએશન માટે કર્મચારી કલ્યાણ કાર્યાલય, નહેરૂ મેદાન, ઓઈલ ઈન્ડિયા લિમિટેડ, દુલિયાજણ, અસમમાં હાજર થવાનું રહેશે.