Railway Recruitment 2023: રેલ્વેમાં આ જગ્યાઓ માટે ભરતી, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ
South Central Railway Recruitment 2023: દક્ષિણ મધ્ય રેલવેએ 35 જગ્યાઓની ભરતી બહાર પાડી છે. જેના માટે ઉમેદવારો ઓફિશિયલ સાઈટ પર જઈને અરજી કરી શકે છે.
South Central Railway Jobs 2023: સાઉથ સેન્ટ્રલ રેલ્વેએ ભરતીની સૂચના બહાર પાડી છે. જે મુજબ રેલ્વેમાં જુનિયર ટેકનિકલ એસોસિયેટની પોસ્ટ પર ભરતી કરવામાં આવશે. ઉમેદવારો SCR ની અધિકૃત સાઈટ scr.indianrailways.gov.in પર જઈને અરજી કરી શકે છે. આ જગ્યાઓ પર ભરતી માટે અરજી પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ 30 જૂન 2023 છે.
આ ભરતી અભિયાન દક્ષિણ મધ્ય રેલવેમાં જુનિયર ટેકનિકલ એસોસિએટની 35 જગ્યાઓ ભરશે. જેમાં સિવિલ એન્જિનિયરિંગની 19 જગ્યાઓ, ઇલેક્ટ્રિકલ (ડ્રોઇંગ)ની 10 જગ્યાઓ અને S&T (ડ્રોઇંગ)ની 6 જગ્યાઓનો સમાવેશ થાય છે.
શૈક્ષણિક લાયકાત
આ ઝુંબેશ માટે અરજી કરનાર ઉમેદવારો સંબંધિત વિષયમાં સ્નાતકની ડિગ્રી ધરાવતા હોવા જોઈએ. આ સિવાય ઉમેદવારોએ મિકેનિકલ/ઈલેક્ટ્રિકલ/ઈલેક્ટ્રોનિક્સ એન્જિનિયરિંગમાં ડિપ્લોમા કરેલ હોવુ જોઈએ.
વય મર્યાદા
આ ભરતી માટે અરજી કરનાર સામાન્ય કેટેગરીના ઉમેદવારોની ઉંમર 18 વર્ષથી 33 વર્ષની વચ્ચે હોવી જોઈએ. જ્યારે OBC કેટેગરી માટે મહત્તમ વય 36 વર્ષ અને SC/ST માટે 38 વર્ષ નક્કી કરવામાં આવી છે.
પસંદગી આ રીતે થશે
આ પોસ્ટ્સ પર ઉમેદવારોની પસંદગી લાયકાત, અનુભવ અને વ્યક્તિત્વ/બુદ્ધિના આધારે કરવામાં આવશે.
અરજી ફી ભરવાની રહેશે
ભરતી માટે અરજી કરનારા ઉમેદવારોએ અરજી ફી ચૂકવવાની રહેશે. ભરતી માટે અરજી ફી 500 રૂપિયા નક્કી કરવામાં આવી છે. જ્યારે SC/ST/OBC/મહિલા/લઘુમતી/EWS કેટેગરીના ઉમેદવારોને અરજી ફી તરીકે રૂ. 250 નક્કી કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો:
આગામી બે દિવસ આ રાજ્યો તૂટી પડશે વરસાદ, જાણો બિપોરજોય બાદ શું થશે ગુજરાતના હાલ
Astro Tips: રવિવારે કરેલા આ કામથી ઘરમાં આવે છે ગરીબી, કાર્યોમાં પણ મળે છે નિષ્ફળતા
સુહાના ખાન, ખુશી કપૂર અને અગસ્ત્ય નંદાની ડેબ્યુ ફિલ્મ ધ આર્ચીઝનું ટીઝર રિલીઝ
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee 24 Kalak App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube