નવી દિલ્હીઃ RBI Recruitment 2020: સરકારી નોકરીની તૈયારી કરી રહેલા યુવાઓ માટે બેન્કમાં અરજી કરવાની શાનદાર તક છે. ભારતીય રિઝર્વ બેન્ક (RBI)મા એકાઉન્ટ સ્પેશિયાલિસ્ટ સહિત કુલ 39 પદો પર ભરતી નિકળી છે. આ પદો પર ઓનલાઇન અરજી કરવાની છેલ્લી તારીખ વધારીને 5 સપ્ટેમ્બર કરવામાં આવી છે. જો તમે પણ બેન્કમાં નોકરી કરવા ઈચ્છો છો તો આવો જાણો આરબીઆઈમાં નોકરી માટે કઈ રીતે કરશો અરજી.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પદોની સંખ્યા ભારતીય રિઝર્વ બેન્ક (RBI Recruitment)મા નિકળેલી આ ભરતી હેઠળ ડેટા એનાલિસ્ટ, કન્સલ્ટેન્ટ, એકાઉન્ટ સ્પેશિયાલિસ્ટ સહિત કુલ 39 પદો પર ભરતી કરવામાં આવશે. 


શૈક્ષણિક યોગ્યતા
RBI Recruitment માટે ઉમેદવારોની શૈક્ષણિક યોગ્યતા પદ અનુસાર અલગ-અલગ નક્કી કરવામાં આવી છે. તેમાં એકાઉન્ટ સ્પેશિયાલિસ્ટ તરીકે અરજી કરનાર પાસે સીએની ડિગ્રી હોવી ફરજીયાત છે. 


વયમર્યાદા
Reserve Bank of Indiaમા 39 પદ પર નિકળેલી જગ્યા માટે પદ અનુસાર વય મર્યાદા નક્કી કરવામાં આવી છે. જેમાં ઓછામાં ઓછી 25 વર્ષ અને વધુમાં વધુ ઉંમર 40 વર્ષ છે. 


સરકારની આ સ્કીમથી ખરીદો સસ્તું સોનુ, મળશે મોટો ફાયદો


વધારવામાં આવી અરજીની તારીખ
RBIએ હાલમાં 39 પદો પર ભરતી માટે અરજી કરવાની છેલ્લી તારીખ એકવાર ફરી વધારી છે. આ પદો માટે અરજી કરવા યોગ્ય તથા ઇચ્છુક ઉમેદવાર હવે 5 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકે છે. આ પહેલા પણ આરબીઆઈએ અરજી કરવાની છેલ્લી તારીખ આગળ વધારી હતી, ત્યારે બેન્કે અરજી માટે 22 ઓગસ્ટ છેલ્લી તારીખ નક્કી કરી હતી. આરબીઆઈ દ્વારા અરજીની તારીખ સંબંધિત જાણકારી બેન્કના રિક્રૂટમેન્ટ પોર્ટલ opportunities.rbi.org.in પર જારી કરવામાં આવી છે. 


પસંદગીની પ્રક્રિયા
આરબીઆઈમાં આ પદો પર ઉમેદવારોની પસંદગી ઈન્ટરવ્યૂ અને શોર્ટલિસ્ટ (સ્ક્રીનિંગ)ના આધાર પર કરવામાં આવશે. 


જાણો શું છે નેશનલ રિક્રૂટમેન્ટ એજન્સી, શું થશે ફાયદો, જાણો NRA મુખ્ય ખાસિયતો


આ રીતે કરો અરજી
ઇચ્છુક તથા પદાનુસાર યોગ્ય ઉમેદવાર આરબીઆઈની સત્તાવાર વેબસાઇટ rbi.org.in પર જઈને 5 સપ્ટેમ્બર સાંજે 6 કલાક સુધી ઓનલાઇન અરજી કરી શકે છે. વધુ જાણકારી માટે આરબીઆઈની વેબસાઇટ  opportunities.rbi.org.in પર માહિતી મેળવી શકો છો. 


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube