નવી દિલ્હી: સંપત્તિ વિશે ચર્ચા કરનાર વૈશ્વિક કંપની સીબીઆરઇ (CBRE) ભારતમાં પોતાનો બિઝનેસ વધારવાના ઇરાદે આ વર્ષે અહી 3,000 કર્મચારીઓની નિમણૂક કરશે. કંપનીના સ્થાનિક પ્રમુખ અંશુમન મેગેજીનને આ વાત કહી. તેમણે કહ્યું કે સીબીઆરઇની ભારતમાંથી આવક 2018 માં 20 ટકા વધી અને અમે 2019માં પણ વધારાનું આ સ્તર જાળવી રાખવાની આશા કરી રહ્યા છે. જોકે તેમણે બિઝનેસના આંકડા આપ્યા છે. 

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Renault પોતાના આ બે મોડલને નવા અવતારમાં ઉતારશે, નવી કાર પણ થોડા મહિનામાં આપશે દસ્તક


ભારત, દક્ષિણ પૂર્વ એશિયા, પશ્વિમ એશિયા તથા આફ્રિકાના બાબતોના ચેરમેન અને મુખ્ય કાર્યકારી અધિકારી મેગજીને કહ્યું કે પરમર્શ કંપની હવે મકાનના બ્રોકરેજ ક્ષેત્રમાં પગ માંડી રહી છે અને હવે તેને આ બિઝનેસને વ્યાપક સ્તર પર વધારવાની યોજના છે. ગુરૂગ્રામના નવા ઓફિસના ઉદઘાટન બાદ તેમણે સંવાદદાતાઓને કહ્યું કે 'અમે વૃદ્ધિ કરનાર સેવા કંપની છીએ અને અમારી એકમાત્ર સંપત્તિ લોકો છે. એટલા માટે ગત કેટલાક વર્ષોથી બજારમાં ઉપલબ્ધ સારા પ્રતિભા નિમણૂક કરી રહ્યા છીએ. 


મેગેજીને કહ્યું કે 'વૃદ્ધિની જરૂરિયાતોને પુરી કરવા માટે વર્ષ 2019માં અમે દેશભરમાં 3,000 લોકોની નિમણૂક કરવાની આશા કરી રહ્યા છીએ.' રીયલ એસ્ટેટ ક્ષેત્રમાં વિભિન્ન સેવાઓ આપનાર સીબીઆરઇ ઇન્ડિયામાં કર્મચારીની સંખ્યા 8,300 છે.