મુંબઈઃ કોરોના કાળમાં સંક્રમણને અટકાવવા માટે દેશભરમાં જરૂરિયાત મુજબ લોકડાઉનને લાગૂ કરવામાં આવ્યું હતું. જેના કારણે દરેક રાજ્યમાં રોજગાર-ધંધા પર તેની માઠી અસર પડી હતી. અને ઘણા લોકોની તો નોકરી પણ છીનવાઈ ગઈ હતી. જેમ-જેમ કોરોનાના કેસમાં ઘટાડો થયો તેમ-તેમ દરેક સ્તર પર ખાલી જગ્યાઓ માટે ભરતી કરવામાં આવી રહી છે.
 
 આ રીતે કરી શકાશે અરજી
 આ પદ માટે ઉમેદવાર તારીખ 01-09-2021થી તારીખ 19-09-2021 સુધી અરજી કરી શકશે. ઉમેદવાર આ  www.bankofmaharashtra.in પર થી અરજી કરી શકશે.
 
લાયકાત
કૃષિ ક્ષેત્ર કચેરી , સુરક્ષા અધિકારી, કાયદા અધિકારી સહિત અન્ય પદ માટે વેબસાઈટ પરથી લાયકાત અંગેની માહિતી મળી જશે.
  
પરીક્ષા ફી
જનરલ/EWS/ OBC કેટેગરીના ઉમેદવારો ને 1180 રૂપિયા ભરવાના રહેશે. જ્યારે  SC/ST ઉમેદવારોને 118 રૂપિયા ભરવાના રહેશે. ઉમેદવાર ઓનલાઈન ફી પણ ભરી શકશે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

 વય મર્યાદા
 પદના અનુસાર વય અંગેની માહિતી તે વેબસાઈટ માંથી મળી જશે.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube