Government Jobs: ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ સેન્ટર ફોર એર બોર્ન સિસ્ટમ્સ (CABS) હેઠળ JRFની પોસ્ટ પર ભરતી માટે ઉમેદવારો પાસેથી અરજીઓ માગી છે. લાયક અને રસ ધરાવતા ઉમેદવારો DRDOની સત્તાવાર વેબસાઇટ drdo.gov.in  પર ઑનલાઇન અરજી કરી શકે છે. આ ભરતી અંતર્ગત સંસ્થામાં 18 જગ્યાઓ ભરવામાં આવશે. ઉમેદવારોની યોગ્યતા, વય મર્યાદા, પસંદગી પ્રક્રિયા અને ડીઆરડીઓ ભરતી સંબંધિત અન્ય વિગતો-


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

પદોના નામ-
એરોનોટિકલ એન્જિનિયર: 1 પદ
કોમ્પ્યુટર સાયન્સ એન્ડ એન્જીયરીંગ:10 પદ
ઈલેક્ટ્રોનિક્સ એન્ડ કમ્યુનિકેશન એન્જીનયરીંગ: 7 પદ


યોગ્યતા માપદંડ-
માન્ય GATE સ્કોર સાથે પ્રથમ વર્ગમાં BE/B.Tech અથવા ઉપરોક્ત વિદ્યાશાખાઓમાં સ્નાતક અને અનુસ્નાતક બંને સ્તરે ME/M.Tech ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે. ફક્ત 2021નો GATE સ્કોર અને 2022નો GATE સ્કોર સ્વીકારવામાં આવશે. 


વયસીમા-
ડીઆરડીઓમાં કામ કરવા માગતા ઉમેદવારોની વય મર્યાદા 28 વર્ષથી વધુ ન હોવી જોઈએ.


પસંદગી પ્રક્રિયા-
ઉમેદવારોની શોર્ટલિસ્ટિંગ તેમના માન્ય GATE સ્કોર અને ડિગ્રી/પોસ્ટ ગ્રેજ્યુએટ ડિગ્રીમાં મેળવેલા માર્ક્સ પર આધારિત હશે. શોર્ટલિસ્ટેડ તમામ ઉમેદવારોને ઓનલાઈન ઈન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. હાલની ખાલી જગ્યાઓ માટેના સફળ ઉમેદવારોની અંતિમ મેરિટ યાદી અને ભવિષ્યની ખાલી જગ્યાઓ માટે ઉમેદવારોની પેનલ DRDOની સત્તાવાર વેબસાઇટ પર અપલોડ કરવામાં આવશે.