ભારતીય રેલવેમાં સરકાર નોકરીની ઈચ્છા ધરાવતા લોકો માટે એક સારી તક છે. ઉત્તર રેલવેએ સીનિયર રેસિડેન્ટના પદો ભરવા માટે અરજીઓ મંગાવી છે. જે પણ ઉમેદવાર આ પદો માટે અરજી કરવા માંગતા હોય તેઓ અધિકૃત વેબસાઈટ nr.indianrailways.gov.in પર જઈને વિગતો જોઈ અરજી કરી શકે છે. આ પદો માટે અરજીપ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

રેલવેની આ ભરતી હેઠળ કુલ 25 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે. આ પદો માટે ઉમેદવારોની પસંદગી વોક ઈન ઈન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. આ સાથે જ ઉમેદવારો 27મી મે સુધી કે તે પહેલા અરજી કરી શકે છે. જે પણ ઉમેદવારો આ પદો માટે અરજી કરવા માંગતા હો તે નીચે જણાવેલી માહિતીઓ ચેક કરે. 


પગાર
જે ઉમેદવારોની આ જગ્યાઓ માટે પસંદગી  થાય તેમને પગાર તરીકે 7માં સીપીસી મુજબ મેટ્રિક્સ લેવલ 11 હેઠળ 67700 રૂપિયાથી લઈને 208700 રૂપિયા સુધી પગાર આપવામાં આવશે. 


ઉંમર મર્યાદા
જે પણ ઉમેદવારો આ જગ્યાઓ માટે અરજી કરવા માંગતા હોય તેમની ઉંમરમર્યાદા અધિકૃત નોટિફિકેશન મુજબ 37 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં. 


યોગ્યતા
ઉમેદવારો પાસે સંબંધિત વિશેષજ્ઞતામાં એમસીઆઈ/એનબીઈ દ્વારા માન્યતા પ્રાપ્ત સંસ્થાનથી પોસ્ટ ગ્રેજ્યુએટની ડિગ્રી હોવી જોઈએ. તો જ અરજી કરવા પાત્ર ગણાશે. 


રેલવેમાં આ રીતે થશે પસંદગી
ઉમેદવારો જે પણ પદો માટે અરજી કરી રહ્યા છે તેમની પસંદગી અધિકૃત નોટિફિકેશન મુજબ વોક ઈન ઈન્ટરવ્યુના આધારે કરાશે. 


નોટિફિકેશન  અને અરજી લિંક


Indian Railway Recruitment 2024 Notification


Railway Recruitment 2024 અરજી કરવા માટે લિંક


અન્ય જાણકારીઓ
ઉમેદવારો પોતાના અરજીફોર્મ વિધિવત ભરીને સંબંધિત ડોક્યુમેન્ટ્સ સાથે વોક ઈન ઈન્ટરવ્યુની તારીખે સવારે 8.30 વાગે ઓડિટોરિયમ, પહેલા માળ, એકેડેમિક બ્લોક, ઉત્તરી રેલવે સેન્ટ્રલ હોસ્પિટલ, નવી દિલ્હીમાં પહોંચાડી દે.