નવી દિલ્લી : ઈન્ડસ્ટ્રિયલ ડેલવપમેન્ટ બેંક ઓફ ઈન્ડિયા IDBIમાં સ્પેશિયાલિસ્ટ ઓફિસરના પદની વેકેન્સી છે. બેંકે સ્પેશિયાલિસ્ટ ઓફિસર રિક્રુટમેન્ટ 2023નું નોટિફિકેશન પણ જાહેર કર્યુ છે. તેમાં 114 જગ્યા માટે ભરતી કરવામાં આવશે. ડિજિટલ બેંકિંગ એન્ડ ઈમર્જિંગ પેમેન્ટ્સ અને ઈન્ફર્મેશન ટેકનોલોજી એન્ડ MIS સેક્ટરમાં મેનેજર, આસિસ્ટન્ટ જનરલ મેનેજર અને ડેપ્યુટી જનરલ મેનેજરના પદ માટે જગ્યા છે. એપ્લાય કરતાં પહેલાં IDBI રિક્રુટમેન્ટ 2023ની ડિટેઈલ વાંચી લેજો.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

નોટિફિકેશન:
અલગ-અલગ પદ માટે એજ્યુકેશન ક્વોલિફિકેશન અને એજ લિમિટ અલગ-અલગ છે. 25 વર્ષથી લઈને 40 વર્ષ સુધીના ઉમેદવારો માટે સરકારી નોકરી મેળવવાની તક છે. તમે પોતાની યોગ્યતા અનુસાર આ પદ માટે એપ્લાય કરી શકો છો. વધારે જાણકારી માટે તમે નોટિફિકેશન લિંક પર ક્લિક કરી શકો છો.


IDBI SO વેકેન્સી:
ડિજિટલ બેંકિંગ એન્ડ ઈમર્જિંગ પેમન્ટ્સ ડિપાર્ટમેન્ટમાં મેનેજરની 42, આસિસ્ટન્ટ જનરલ મેનેજરની 7 અને ડેપ્યુટી જનરલ મેનેજરની 2 પોસ્ટ છે. આઈટી અને એમઆઈએસમાં મેનેજરની 33, આસિસ્ટન્ટ જનરલ મેનેજરની 22 અને ડેપ્યુટી મેનેજરની 8 જગ્યા છે. કુલ 114 વેકેન્સી છે. તેમાંથી 48 જનરલ માટે, 17 એસસી, 8 એસટી, 31 ઓબીસી અને 10 જગ્યા EWS માટે આરક્ષિત છે.


આ પણ વાંચો:
ત્રિપુરામાં કોના માથે તાજ? 60 બેઠકો માટે મતદાન શરૂ, આ ઉમેદવારો પર સૌની નજર
CNG Pump: ગુજરાતમાં આવતીકાલે CNG પંપ બંધ રહેશે કે ચાલું? વાહન ચાલકો માટે મોટા સમાચાર
10થી વધુ ગેસ સિલિન્ડર ફાટતાં અફરાતફરીનો માહોલ, પ્રચંડ અવાજના કારણે ઘરોની દીવાલો ફાટી


IDBI SO સેલરી સ્ટ્રક્ચર:
મેનેજર ગ્રેડ બી - પે સ્કેલ 48,170થી લઈને 69,810 રૂપિયા દર મહિને
આસિસ્ટન્ટ જનરલ મેનેજર ગ્રેડ સી - પે સ્કેલ 63,840થી લઈને 78,230 રૂપિયા દર મહિને
ડેપ્યુટી જનરલ મેનેજર ગ્રેડ ડી- પે સ્કેલ  76,010થી લઈને 89,890 રૂપિયા દર મહિને


અહીંયા જે રકમ બતાવવામાં આવી છે કે તે માત્ર પે સ્કેલ એટલે બેસિક પે છે. દર મહિને જે આખી સેલરી મળશે તેમાં બેસિક પે સિવાય ડીએ, એચઆરએ સહિત અન્ય ભથ્થા આપવામાં આવશે. એટલે મેનેજરના પદ પર તમારો શરૂઆતનો પગાર લગભગ 1 લાખ રૂપિયા દર મહિને હશે.



ઓનલાઈન અરજી કરવાની શરૂઆત 21 ફેબ્રુઆરી 2023થી શરૂ થશે. એપ્લાય કરવાની છેલ્લી તારીખ 3 માર્ચ 2023 છે. આ ડાયરેક્ટ લિંકથી  IDBI SO Notification Download 
https://www.idbibank.in/pdf/careers/Final-Detailed-Advt-Spl-23-24.pdf
તમારે એપ્લિકેશન ફોર્મ આઈડીબીઆઈની વેબસાઈટ idbibank.in પર જઈને ઓનલાઈન ભરવું પડશે.


આ પણ વાંચો:
IND W vs WI W: મહિલા ટી20 વિશ્વકપમાં ભારતની સતત બીજી જીત, વિન્ડીઝને 6 વિકેટે હરાવ્યુ
કોણ છે દેશના ' સર્વશ્રેષ્ઠ  PM ઉમેદવાર' , જાણી લો PM મોદી છે કેટલા લોકપ્રિય?
ગુજરાતમાં અહીં ગેરકાયદે બનાવેલું વ્હાઈટ હાઉસ તોડી પડાયું! HC એ આપ્યું મોટું નિવેદન


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube