નવી દિલ્હીઃ ભારતીય સ્ટેટ બેન્ક  (SBI)એ કહ્યું કે, આ વર્ષે તે 14000 ભરતીની યોજના બનાવી રહ્યું છે. SBIએ કહ્યું કે, તે પોતાના બિઝનેસનો વિસ્તાર કરી રહ્યું છે, જેમાં નવા લોકોની જરૂર પડશે. બેન્કે સ્પષ્ટ કર્યું કે, વીઆરએસ સ્કીમ કોસ્ટ કટિંગ માટે લાવવામાં આવી નથી. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

દેશની સૌથી દિગ્ગજ બેન્કે કહ્યું કે, સ્વૈચ્છિક સેવાનિવૃતિ યોજના (વીઆરએસ) બેન્કના ખર્ચને ઓછો કરવા માટે નથી. ઉલ્લેખનીય છે કે આ પહેલા તેવા સમાચાર આવ્યા હતા કે બેન્કે પોતાના કર્મચારીઓ માટે સ્વૈચ્છિક સેવાનિવૃતિ યોજના તૈયાર કરી છે, જેની હેઠળ આશરે 30,190 કર્મચારી આવી શકે છે. ન્યૂઝ એજન્સી પીટીઆઈ પ્રમાણે બેન્કના પ્રવક્તાએ એક નિવેદનમાં કહ્યું કે, બેન્કની પ્રસ્તાવિત વીઆરએસ ખર્ચ ઘટાડવા માટે નથી. 


શું કહ્યું બેન્કે
બેન્ક દ્વારા જાહેર કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે, 'બેન્ક પોતાના કર્મચારીઓ પ્રત્યે મિત્રતાભર્યો સંબંધ રાખે છે અને તે પોતાના કારોબારનો વિસ્તાર કરી રહી છે, જેના માટે લોકોની જરૂર પડશે. આ વાતથી તે સાબિત થાય છે કે બેન્ક આ વર્ષે 14,000થી વધુ કર્મચારીઓની ભરતી કરવાની યોજના બની રહી છે.'


નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સ્ટેટ બેન્કમાં હાલ આશરે અઢી લાખની નજીક કર્મચારી છે અને બેન્ક પોતાના કર્મચારીઓની જરૂરીયાત પૂરી કરવા અને તેના જીવનકાળમાં મદદ માટે હંમેશા તૈયાર રહે છે. 


Reliance Jio Fiber vs Airtel Xstream: અનલિમિટેડ ડેટા વાળો બેસ્ટ પ્લાન  


શું છે વીઆરએસ 2020
ઉલ્લેખનીય છે કે આ પહેલા સમાચાર આવ્યા હતા કે ભારતીય સ્ટેટ બેન્ક પોતાના કર્મચારીઓ માટે નવું VRS-2020 લઈને આવી રહી ઠે, જેની અંદર આશરે 30,190 કર્મચારીઓ આવી શકે છે. 


ખબર અનુસાર, એસબીઆઈની વીઆરએસ યોજના એવા બધા સ્થાયી અધિકારીઓ અને કર્મચારીઓ માટે ખુલશે, જેણે નિર્ધારિત તારીખ સુધી બેન્કને 25 વર્ષની સેવા આપી હશે કે 55  વર્ષની ઉંમર પૂરી કરી ચુક્યા હશે. આ યોજના ડિસેમ્બર-2020 કે જાન્યુઆરી 2021ના અંત સુધી ખુલી રહેશે. એટલે કે આ સમયગાળા દરમિયાન વીઆરએસ માટે અરજી સ્વીકારવામાં આવશે. 


શું થશે કર્મચારીઓને ફાયદો
જે કર્મચારીઓની વીઆરએસની અરજીનો સ્વીકાર કરી લેવામાં આવશે, તેને વાસ્તવિક નિવૃતિ તારીખ સુધી બચેલી સેવા અવધિ માટે વેતનના 50 ટકા એક્સ ગ્રેશિયાના રૂપમાં મળશે. આ સિવાય ફન્ય ફાયદા જેમ કે ગ્રેચ્યુટી, પેન્શન, ભવિષ્ય નિધિ અને મેડિકલ બેનિફિટ્સ પણ મળશે. 


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube


કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર