ઝી બ્યૂરો, અમદાવાદઃ લાબા સમયના લોકડાઉનના કારણે તમામ ક્ષેત્રે પર તેની માઠી અસર પડી છે. તે સમયમાં લોકો રોજગાર તેમની પાસેથી જતા રહ્યા અને કોરોના સ્થિતિમાં હજુ પણ નોકરી-ધંધા ક્ષેત્રે તે આપણે જોવા મળી છે. આવા સમયમાં અલગ-અલગ વિભાગમાં ભરતી આવી રહી છે. સુરત મહાનગરપાલિકામાં હંગામી ધોરણ મોટા પાયે ભરતી કરવામાં આવી છે. સુરત મ.ન.પાના આરોગ્ય વિભાગમાં જોડાવવા માગતા યુવાનો માટે સારા સમાચાર છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

શૈક્ષણિક લાયકાત
આરોગ્ય વિભાગમાં ફિમેલ હેલ્થ વર્કર માટે ધોરણ 10 માન્ય ગણવામાં આવશે. મલ્ટી પર્પલ હેલ્થ વર્કર માટે ધોરણ 10 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી 1 વર્ષનો મલ્ટી પર્પલ હેલ્થ વર્કરનો કોર્ષ અથવા સેનેટરી ઇન્સ્પેક્ટરનો કોર્ષ કરેલો હોવો જોઇએ. ફિમેલ હેલ્થ સુપરવાઇઝર માટે ધોરણ 10 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી ફિમેલ હેલ્થ સુપરવાઇઝર કોર્ષ કરેલો હોવો જોઇએ. ઓછો માં ઓછો 3 વર્ષનો અનુભવ ફિમેલ હેલ્થ સુપરવાઇઝર તરીકે હોવો જોઇએ. ,મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર માટે ધોરણ 10 પાસ અને સરકાર માન્ય સંસ્થામાંથી મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર કોર્ષ કરેલો હોવો જોઇએ. ઓછો માં ઓછો 3 વર્ષનો અનુભવ મલ્ટી પર્પઝ હેલ્થ સુપરવાઇઝર તરીકે હોવો જોઇએ.


Gold Price Today, 12 January 2021, સતત ત્રીજા દિવસે પણ ગગડ્યો સોનાનો ભાવ, જાણો શું છે સોનાનો નવો ભાવ


વય મર્યાદા
આરોગ્ય વિભાગમાં તમામ જગ્યાઓ માટે 35 વર્ષ સુધીના ઉમેદવાર અરજી કરી શકશે. અનામત વર્ગ માટે 5 વર્ષની છુટ અપાશે. સામાન્ય વર્ગના પુરૂષો અને મહિલાઓ માટે 10 વર્ષની છૂટ અપાશે.


ઉમેદવારની પસંદગી પ્રકિયા
ઉમેદવારની પસંદગીમાં પ્રક્રિયામાં https://www.suratmunicipal.gov.in/ Surat Municipal Corporation, www.suratmunicipal.gov.in પરથી આરોગ્ય વિભાગમાં ખાલી જગ્યાઓ માટે ફોર્મ લઇને ફોર્મ ભરવાનુ રહેશે અને ત્યાર પછી લાયકાતના આધાર પર ઉમેદવારની પસંદગી કરવામાં આવશે.


પગાર ધોરણ
સુરત મહાનગરપાલિકામાં ઉમેદવારમાં આરોગ્ય વિભાગની તમામ પોસ્ટ માટે  19500 રૂપિયા અને 5 વર્ષ બાદ કામને ધ્યાનમાં લઇને વધારવામાં આવશે.


નોંધ-
આરોગ્ય વિભાગમાં જોડાવવા માગતા ઉમેદવારનો તે મહાનગરપાલિકાના કર્મચારી તરીકે ગણવામાં આવશે નહિં.


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube