N Chandrasekaran: ટાટા સમુહે પોતાની 5 વર્ષની રણનીતિ નક્કી કરી લીધી છે. તે હેઠળ મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં ટાટા ગ્રુપ આશરે પાંચ લાખ નવી નોકરી ઉભી કરશે. ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરન (N Chandrasekaran)એ કહ્યું કે દેશનું મેન્યુફેક્ચરિંગ સેક્ટર (Manufacturing Sector) 7.4 ટકાના દરે વધી રહ્યું છે. તેમાં આશરે 13 લાખ નવી નોકરી ઉભી થઈ છે. ટાટા ગ્રુપએ પણ સેમીકંડક્ટર, ઈલેક્ટ્રિક વ્હીકલ, બેટરી અને તેની સાથે જોડાયેલા ઉદ્યોગમાં આશરે 5 લાખ નવી નોકરી આપવાનો નિર્ણય કર્યો છે.


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વિકસિત ભારતનું સપનું પૂરુ કરવામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટરની મહત્વની ભૂમિકા
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને મંગળવારે ઈન્ડિયન ફાઉન્ડેશન ફોર ક્વોલિટી મેનેજમેન્ટ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં કહ્યં કે અમે ભારતને વિકસિત બનાવવાનું સપનું જોઈ રહ્યાં છીએ. તેને પૂરુ કરવામાં મેન્યુફેક્ચરિંગ સેક્ટર મહત્વની ભૂમિકા નિભાવશે. અમે આ સેક્ટરમાં નોકરીઓ પેદા કર્યાં વગર વિકસિત ભારતનું સપનું પૂર્ણ ન કરી શકીએ. દર મહિને આશરે 10 લાખ લોકો ભારતના વર્કફોર્સનો ભાગ બની જાય છે. તેથી આપણે દેશના ભવિષ્ય માટે વધુમાં વધુ નોકરી પેદા કરવી પડશે.


આ પણ વાંચોઃ પરીક્ષા વગર રેલવેમાં સીધી મળશે સરકારી નોકરી, લાખોમાં હશે પગાર, જાણો વિગત


સેમીકંડક્ટરમાં મોટું રોકાણ કરી રહ્યું છે ટાટા ગ્રુપ
તેમણે કહ્યું કે ટાટા ગ્રુપે સેમીકંડક્ટર સેક્ટરમાં મોટું રોકાણ કર્યું છે. અમે તેની સાથે જોડાયેલા અન્ય સેક્ટરમાં પણ રોકાણ વધારીશું. આગામી 5 વર્ષમાં 5 લાખ નોકરીઓ ઉભી કરવી અમારૂ લક્ષ્ય છે. ટાટા ગ્રુપે અસમમાં એક મોટો સેમીકંડક્ટર પ્લાન્ટ લગાવ્યો છે. આ સિવાય ઈવી અને બેટરી નિર્માણમાં પણ અમે કામ કરી રહ્યાં છીએ. અત્યારે આગામી પાંચ વર્ષની યોજનાને અંતિમ રૂપ આપવાનું કામ ચાલી રહ્યું છે. તેની વિગત અમે બાદમાં જણાવીશું. પરંતુ અમે વધુથી વધુ નોકરીઓ પેદા થાય તેના પર ધ્યાન આપી રહ્યાં છીએ. સાથે મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં આશરે 5 લાખ એસએમઈ પણ પેદા થશે. 


ચંદ્રશેખરને કહ્યુ- આપણે 10 કરોડ નોકરી ઉભી કરવી પડશે
એન ચંદ્રશેખરને કહ્યું કે આપણે 10 કરોડ નોકરીઓ ઉભી કરવાની છે. જો આપણે 5 લાખ પ્રત્યક્ષ નોકરીઓનું સર્જન કરીશું તો તેમની મદદથી અનેક ગણી વધારે પરોક્ષ નોકરીઓનું સર્જન થશે. નેશનલ સ્ટેટિસ્ટિકલ ઓર્ગેનાઈઝેશન (NSO)ના રિપોર્ટ અનુસાર, નાણાકીય વર્ષ 2022માં મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં 11 લાખ નોકરીઓનું સર્જન થયું હતું, જે નાણાકીય વર્ષ 2023માં વધીને 13 લાખ થઈ ગયું છે. મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર રાજ્ય મહારાષ્ટ્ર છે. આ પછી ગુજરાત, તમિલનાડુ, કર્ણાટક અને ઉત્તર પ્રદેશ આવે છે.