Twitter Layoffs News: એલન મસ્કે ફરી એકવાર ટ્વિટરમાં છટણી કરી છે. કેટલાય કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. વાયદો કર્યો હોવા છતાં પણ વિશ્વના બીજા નંબરના અરબપતિ અને ટ્વિટરના સીઈઓએ કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા છે. ધ વર્ઝની રિપોર્ટમાં કહેવામાં આવ્યું છેકે નવેમ્બર 2022 બાદ મોટી સંખ્યામાં કર્મચારીઓને કાઢવામાં આવ્યા છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ગત અઠવાડિયે ટેક સાઈટ ધ ઈન્ફોર્મેશને સૌથી પહેલાં માહિતી આપી હતી કે એલન મસ્કે એન્જિનિયરિંગ અને સેલ્સ ડિપાર્ટમેન્ટના કેટલાક કર્મચારીઓને નોકરીમાંથી કાઢ્યા છે, આ નવેમ્બર બાદ ટ્વિટરમાં ત્રીજા રાઉન્ટની છટણી છે. 


કેટલા કર્મચારીઓને કાઢી નાખ્યા?
17 ફેબ્રુઆરીના રોજ ધ ઈન્ફોર્મેશનના રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટ્વિટર દ્વારા પોતાના સેલ્સ વિભાગમાં કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. જોકે કેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી, એ કન્ફર્મ નથી. જ્યારે અન્ય એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે ટ્વિટરના કુલ 2000 કર્મચારીઓમાંથી 800 કર્મચારીઓની છટણી જાન્યુઆરીના અંતમાં થઈ છે. 



આ પણ વાંચો:
હોર્મોન્સને લગતી તકલીફોને મટાડી દેશે આ 6 નેચરલ ઉપાય, આજે જ અજમાવી જુઓ
આવો જાણીએ કોણ છે અંબાણી પરિવારની લાડલી ઈશા અંબાણીની નણંદ?
10મું પાસ મેળવો વીજળી વિભાગમાં નોકરી, પગાર રૂ. 39000, અહીં કરો અરજી


એલન મસ્કે તોડ્યો વાયદો
એલન મસ્ક દ્વારા ટ્વિટરને ખરીદ્યા બાદ હજારો કર્મચારીઓની છટણી કરવામાં આવી છે. પહેલી છટણી બાદ એલન મસ્કે કહ્યું હતું કે હવે વધારે કર્મચારીઓની છટણી નહીં કરવામાં આવે, પરંતુ ત્યારબાદ અનેકવાર કર્મચારીઓને કાઢી નાખવામાં આવ્યા. 


કર્મચારીઓને પસંદ નથી આવી રહ્યું ટ્વિટરના બોસનું વલણ
ટ્વિટરના કેટલાક કર્મચારીઓ સેલ્સ વિભાગમાં કરવામાં આવેલી આ છટણીથી નારાજ છે. એલન મસ્ક ટ્વિટર પર સારી જાહેરાત લાવવા ઈચ્છે છે, જેના કારણે તેઓ કર્મચારીઓ સાથે આ પ્રકારનું વલણ અપનાવી રહ્યા છે. એક કર્મચારીએ ટ્વીટ કરીને કહ્યું કે, ટ્વિટર પોતાની જાહેરાતમાં 2થી 3 મહિનામાં સુધારો કરી શકે છે, એક અઠવાડિયામાં નહીં, જે એલન મસ્કની સમય મર્યાદા હતી. 



આ પણ વાંચો:
માત્ર 50,000 રૂપિયામાં શરૂ કરો આ સુપરહિટ બિઝનેસ, દર મહિને થશે લાખોની કમાણી
સિતારાઓના ઘરે વૈભવી ગાડીઓની વણઝાર, BUGAATI અને FERARIમાં ફરે છે ફિલ્મી હીરો-હીરોઈન
રુબિના દિલૈકનો ફરી જોવા મળ્યો હોટ અંદાજ, ઈન્સ્ટાગ્રામ પર શેર કરી બોલ્ડ તસવીરો


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube