These 10 foods are mistaken as healthy: આજકાલ સ્વસ્થ્ય રહેવા માટે યોગ્ય ખોરાકની પસંદગી કરવી મુશ્કેલ કામ છે. સુપર માર્કેટમાં ફરતી વખતે મોટાભાગે એવું લાગે છે કે જાણે પેકેટ પર લખેલી જાણકારી બૂમો પાડી પાડીને ખોટી બોલી રહી હોય! તો ચાલો જાણીએ તે 10 ખાવાની વસ્તુઓ વિશે, જે જોવામાં તો હેલ્ધી લાગે છે, પરંતુ હકિકતમાં તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઇ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

Multibagger Return: 1 વર્ષમાં 171% રિટર્ન, FD માં તો સપનામાં પણ નહી મળે આટલો ફાયદો!
સોનાના ભાવમાં લાગ્યો મોંઘવારીનો કરંટ, બે મહિના 11 હજાર મોંઘુ થયું સોનું


1. હાઇજેસ્ટીવ બિસ્કિટ
આ બિસ્કિટના નામથી ભ્રમિત થશો નહી. આ હાઇજેસ્ટીવ (પાચનમાં સહાયક) હોવાના તેમના દાવાઓથી વિપરીત, આ લોટ અને ખાંડથી ભરેલા હોય છે, જે અન્ય કોઈપણ મીઠા બિસ્કિટથી અલગ નથી. તેમાં વધારે માત્રામાં કેલરી પણ હોય છે, જેના કારણે વજન વધી શકે છે.


રતન ટાટાના પરિવારની આ પુત્રીઓ, કેમેરાથી રહે છે દૂર, સંભાળે છે અબજોનો બિઝનેસ
ટાટાથી માંડીને અદાણી સુધીના શેરે બદલી કિસ્મત, એક વર્ષમાં મળ્યું 125% રિટર્ન


2. ડાયટ ખાખરા
માત્ર ડાયટ લખેલું હોવાથી ઘણા લોકો તેને હેલ્ધી માને છે પણ એવું નથી. ડાયેટ ખાખરા, ડાયેટ ચેવડા અને એવા જ બીજા ક્રન્ચી નાસ્તા પણ તળેલા હોય છે અને તેમાં કેલરીનું પ્રમાણ વધુ હોય છે.


3. બાળકોના ડ્રિંક પાવડર
ચોકલેટ ફ્લેવર્ડ હેલ્ધી બેબી પાઉડર હકિકતમાં પાઉડર ખાંડનું બીજું સ્વરૂપ છે. તેમાં વિટામિન્સ અને DHA ની માત્રા નહિવત છે અને તમારા બાળકને કોઈ વિશેષ લાભ આપતી નથી.


Beetroot: બીટ ખરેખર 'શાકભાજીની વાયગ્રા' છે? જાણો શું કહે છે વિજ્ઞાન
ભાગલપુરી સિલ્ક સાડીમાં ચાંદી જેવી ચમકે છે નીતા અંબાણી, કિંમતી નેકલેસમાં જોવા મળ્યો મહારાણી લુક


4. ગ્રેનોલા બાર
એક્સપર્ટના મતે, ગ્રેનોલા બાર ખૂબ જ લોકપ્રિય છે અને ઘણા લોકો તેને આરોગ્યપ્રદ નાસ્તો માને છે. પરંતુ તેમાં રહેલી કેલરી અને પ્રિઝર્વેટિવ્સની માત્રાને જોતા એ કહેવું ખોટું નહીં હોય કે તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે.


5. બ્રેકફાસ્ટ સીરિયલ
નાસ્તામાં પેકેજ્ડ સિરિયલ્સ હેલ્ધી લાગે છે, પરંતુ હકિકતમાં તે એટલા ફાયદાકારક હોતા નથી. તેમાં ખાંડનું પ્રમાણ એટલું વધારે છે કે તમારી સવારની કોફી પણ બેસ્વાદ બની જાય છે. તેથી, તેનો ઉપયોગ કરતા પહેલા લેબલને કાળજીપૂર્વક વાંચવાનું ભૂલશો નહીં.


નવરાત્રિમાં નોનવેજ...શું ફક્ત ચૂંટણીનો મુદ્દો? જાણો શું કહે છે ધર્મ-શાસ્ત્ર
Money Upay: આ 5 કામ કરવાથી માતા લક્ષ્મીની મળે છે વિશેષ કૃપા, લાગી જશે ધનના અંબાર


6. બ્રાઉન બ્રેડ
કરિયાણાની દુકાનમાંથી ખરીદેલી ઘઉંની બ્રાઉન બ્રેડ લોકોને સ્વાસ્થ્યવર્ધક લાગે છે, પરંતુ હકિકતમાં તે એટલી હેલ્ધી હોતી નથી. બ્રાઉન રંગ સામાન્ય રીતે બ્રેડને સ્વસ્થ દેખાવા માટે ઉપયોગમાં લેવાતા રંગોમાંથી આવે છે. તેને સ્વાદ માટે ખાઈ શકાય છે પરંતુ તેને હેલ્ધી સમજવાની ભૂલ કરશો નહી.


સંજીવ કુમારનું થયું હતું રહસ્યમય મોત, લોકોને કહેતા 'હું ક્યારેય વૃદ્ધ થવાનો નથી'


7. માઇક્રોવેવ પોપકોર્ન પેક્સ
તમારા મનપસંદ મૂવી સ્નેકમાં માત્ર પુષ્કળ માખણ જ નથી હોતું, પરંતુ તેમાં મીઠું પણ વધારે છે. આ ખાવાથી તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. શ્રેષ્ઠ વિકલ્પ એ છે કે તમારા લોકલ સ્ટોરમાંથી મકાઈના દાણા ખરીદો અને તેને જાતે પોપ કરો. પછી તમારી પસંદગીના મસાલા ઉમેરો અને આનંદથી ખાઓ.


8. પેકેજ્ડ જ્યુસ
ઘણા લોકો વિચારે છે કે બજારમાં ઉપલબ્ધ પેક્ડ ફ્રૂટ જ્યુસ વાસ્તવિક ફળોના ગુણોથી ભરપૂર છે. પરંતુ આ સાચું નથી. પેકેજ્ડ ફ્રૂટ જ્યુસમાં ફળોનું પ્રમાણ લગભગ નહિવત્ હોય છે, જ્યારે ખાંડનું પ્રમાણ ઘણું વધારે હોય છે. સ્વાદની મદદથી તે ફળનો સ્વાદ આપવામાં આવે છે. પેકેટ પર લખેલું વર્ણન ધ્યાનથી વાંચો અને સમજો કે તમે શું ખાઈ રહ્યા છો.


1100 રૂપિયાને પાર પહોંચ્યો આ શેર, 75 રૂપિયાના ભાવ ખૂલ્યો હતો તેનો IPO
નીતૂ બનાવતી હતી ભિંડી, રીના રોય પરાઠા અને રાજેશ ખન્ના પી જતા હતા 1-2 બોટલ


9. પીનટ બટર
પીનટ બટર એ આજના સમયનો સૌથી ફેન્સી નાસ્તો છે. ઘણા લોકો માને છે કે આ મગફળીમાંથી બનેલી ખૂબ જ હેલ્ધી પ્રોડક્ટ છે, પરંતુ આ ખોટી માન્યતા છે. તેમાં ખાંડ, બિનઆરોગ્યપ્રદ તેલ અને સ્વાદ ઉમેરવામાં આવે છે. માત્ર ઓછી માત્રામાં જ તેનું સેવન કરો અને ઘરે બનાવેલા અથવા મીઠા વગરના પીનટ બટર ખાવાનું વધુ સારું રહેશે.


મુકાકાકાની કાર બદલી દેશે ઓટો ઇન્ડ્રસ્ટ્રીની તસવીર, આ કંપની સાથે મળીને બનાવ્યો પ્લાન
Wife Swapping Case: તું મારા ભાઈબંધ સાથે સૂઈ જા, પતિ કરવા લાગ્યો પત્ની પર દબાણ


10. ફ્લેવર્ડ દહીં
વેનીલા, સ્ટ્રોબેરી અથવા બ્લુબેરી ફ્લેવર્ડ દહીં સ્વાદિષ્ટ હોઈ શકે છે, પરંતુ તે દાવો કરે છે તેટલું આરોગ્યપ્રદ નથી. આમાં મોટાભાગે ફ્રુક્ટોઝ કોર્ન સિરપનું પ્રમાણ વધુ હોય છે, જે સ્વાસ્થ્ય માટે હાનિકારક હોઈ શકે છે. સાદું દહીં ખાવું વધુ ફાયદાકારક રહેશે.


Marriage Certificate:ફટાફટ બનાવી લો મેરેજ સર્ટિફિકેટ, આટલી જગ્યાએ પડે છે જરૂર
સ્વાસ્થ્યનો ખજાનો છે માં દુર્ગાનું મનપસંદ આ લાલ ફૂલ, તંદુરસ્ત બની જશે હાર્ટ-લિવર