Hair Loss In Monsoon: ચોમાસાની ઋતુમાં વાળ ખરવાની સમસ્યા ખૂબ જ વધી જતી હોય છે. જેના કારણે યુવતીઓનું ટેન્શન વધી જાય છે.  ભેજવાળા વાતાવરણમાં ખરતા વાળને અટકાવવા માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ પણ કરવામાં આવે છે. પરંતુ તેમ છતાં તેનાથી વધારે ફાયદો થતો નથી. વળી ઘણીવાર તેની આડઅસરના કારણે વાળ વધારે ખરવા લાગે છે. તેવામાં તમે ખરતાં વાળને અટકાવવા માટે કેટલાક ઘરેલુ ઉપાય અજમાવી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

વાળને ખરતા અટકાવવા માટે તમે વાળ માટે ઈંડા, બદામનું તેલ અને લીમડાના પાનનો ઉપયોગ કરી શકો છો. આ 3 વસ્તુઓ તમારા વાળના મૂળને મજબૂત બનાવવાનું કામ કરે છે. ચાલો તમને જણાવીએ કે આ 3 વસ્તુઓનો ઉપયોગ વાળ પર કેવી રીતે કરવો.


આ પણ વાંચો:


વાળમાંથી ડેન્ડ્રફ દુર કરશે દાદી-નાનીના સમયનો આ નુસખો, જીદ્દી ડેન્ડ્રફની થશે છુટ્ટી


બહાર નીકળેલું પેટ 20 દિવસમાં થશે ગાયબ, સવારે જાગો એટલે પલંગમાં જ કરી લેવી આ 2 કરસત


શું તમે પણ 10-15 દિવસ પછી બદલો છો બેડશીટ ? તો આ વાત તમારા માટે જાણવી છે જરૂરી


ખરતા વાળ માટે ઈંડા


એક બાઉલમાં ઈંડુ લેવું અને તેમાં બે ચમચી ઓલિવ ઓઈલ ઉમેરો. તેને બરાબર મિક્સ કરી તેનાથી વાળમાં મસાજ કરો. તેને વાળમાં 30 મિનિટ સુધી રહેવા દો અને પછી વાળને શેમ્પૂ કરો. તમે અઠવાડિયામાં 1 કે 2 વખત આ હેરપેકનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ખરતા વાળની સમસ્યા ઓછી થઈ જશે.


બદામનું તેલ

એક બાઉલમાં એક ચમચી એપલ સાઈડર વિનેગર લેવું અને તેમાં 2 ચમચી બદામનું તેલ ઉમેરો. વિનેગર અને તેલને બરાબર મિક્સ કરો અને વાળના મૂળમાં સારી રીતે લગાવી 10 મિનિટ મસાજ કરો. ત્યારબાદ વાળને શેમ્પૂ કરો. વાળ વધારે ખરતા હોય તો અઠવાડિયામાં 2 વખત આ ઉપાય કરવો.


આ પણ વાંચો:


Weight Loss: ઝડપથી ઘટાડવું હોય વજન તો રાત્રે જમવામાં ખાવી આ 3 વસ્તુ


પાણીમાં આ વસ્તુ મિક્સ કરી ધોઈ લો કેળા, એક અઠવાડિયા સુધી કેળા કાળા નહીં પડે


લીમડાના પાન


સૌથી પહેલા એક પેનમાં જરૂર અનુસાર નાળિયેરનું તેલ લેવું અને તેમાં લીમડાના પાન ઉમેરો. પાંદડા કાળા થાય ત્યાં સુધી તેલ ગરમ કરો. ત્યારબાદ ગેસ બંધ કરી આ મિશ્રણને ઠંડુ થવા દો. ત્યારબાદ તેલમાંથી લીમડાના પાંદડા અલગ કરી આ તેલથી માથામાં માલિશ કરો. આ તેલને એક કલાક સુધી રાખો અને પછી શેમ્પૂ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)