Weight Loss: શિયાળાની શરુઆત થઈ ગઈ છે. આ ઋતુમાં ભરપુર પ્રમાણમાં ફળ અને લીલા શાકભાજી જોવા મળે છે. શિયાળાની ઋતુને ખાવાપીવાની ઋતુ માનવામાં આવે છે અને લોકો માને છે કે ઠંડીના સમયમાં વજન ઝડપથી વધે છે પણ ઘટતું નથી.... જો તમે પણ આવી માન્યતા ધરાવો છો તો તમને જણાવીએ દઈએ શિયાળામાં ફટાફટ વજન ઉતારવાનું એક સીક્રેટ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

જો તમે વજન ઘટાડવાના પ્રયાસ કરી રહ્યા છો તો તમને જણાવી દઈએ કે શિયાળાની સીઝનમાં પણ ઝડપથી વજન ઘટાડવું શક્ય છે. તેના માટે તમે ડાયટમાં કેટલાક ફળ અને શાકભાજીના રસનું સેવન કરી શકો છો.  આ સિઝનમાં મેથી, પાલકથી લઈને મૂળા સુધીના અનેક લીલા શાકભાજી મળે છે. આ બધા શાકભાજી તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. ખાસ કરીને 3 એવા શાક છે જેના રસનું સેવન કરવાથી વજન તુરંત કંટ્રોલમાં આવે છે. આ શાકનો રસ પીવાનું રાખશો તો શિયાળો પુરો થતાં થતાં તમારું વધેલું પેટ પણ અંદર જતું રહેશે.


આ પણ વાંચો:  Recipe: પરફેક્ટ માપ અને પદ્ધતિ અનુસાર ઘરે બનાવો બજાર કરતાં પણ વધારે ટેસ્ટી ખીચું


ગાજરનો જ્યુસ


વજન ઘટાડવા માટે તમે ગાજરનો જ્યુસ પી શકો છો. આમ તો ગાજર શિયાળામાં મળતી વસ્તુ છે પરંતુ હવે બારેમાસ કે સરળતાથી મળી રહે છે. ગાજર ફાઇબરથી ભરપૂર હોય છે દિવસની શરૂઆત તમે ગાજરનો જ્યુસ થી કરશો તો કલાકો સુધી ભૂખ નહીં લાગે અને શરીરમાં એનર્જી પણ રહેશે જેના કારણે વજન ઝડપથી ઉતરશે.


આ પણ વાંચો: Skin Care: ત્વચાની સંભાળ માટે ઘરે બનાવો માખણનું મોઈશ્ચરાઈઝર, જાણો બનાવવાની રીત


કારેલાનો રસ


કારેલા એવું શાક છે જેને ખાવાથી શરીરને ઘણા બધા ફાયદા થાય છે પરંતુ તકલીફ એ હોય છે કે કારેલાના કડવા સ્વાદને લીધે મોટા ભાગના લોકો તેને ખાવાનું ટાળે છે. પરંતુ સ્વાસ્થ્યની સિદ્ધાંતો જણાવે છે કે કારેલા નો જ્યુસ પીવાથી મેટાબોલિઝમ બુસ્ટ થાય છે અને શરીર સ્વસ્થ પણ રહે છે. કારેલા થી થતા ફાયદા મેળવવા માટે જરૂરી નથી કે તમે એક ગ્લાસ કારેલાનું જ્યુસ પીવો રોજ બે ચમચી કારેલા નો રસ પી લેવાથી પણ શરીરને ફાયદા થશે.


આ પણ વાંચો: Coconut Milk: શિયાળામાં સુંદર અને સોફ્ટ ત્વચા મેળવવા નાળિયેર દૂધનો આ રીતે કરો ઉપયોગ


બીટનો રસ


વજન ઘટાડવાની વાત આવે તો બીટનો રસ સૌથી અસરકારક માનવામાં આવે છે. બીટ ફાઇબરથી ભરપૂર હોય છે અને તેનું સેવન કરવાથી કલાકો સુધી તમારું પેટ ભરેલું રહેશે જેના કારણે કમર અને પેટની ચરબી સૌથી ઝડપથી ઘટવા લાગશે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)