વધતી ઉંમરે પણ શરીરમાં ઘોડા જેવી તાકાત અને યુવાની જાળવી રાખવામાં મદદ કરે છે 5 એન્ટી એજિંગ જડીબુટ્ટીઓ
Anti Aging Herbs: જેમ જેમ ઉંમર વધે તેમ તેમ શરીરમાં ઘણા ફેરફારો શરુ થાય છે. આ ફેરફારોને રોકવા કોઈ માટે શક્ય નથી પરંતુ હા તેને તમે નિયંત્રિત કરી શકો છો. વધતી ઉંમરે પણ સુંદરતા અને યુવાની ટકાવી રાખવી હોય તો આ 5 એન્ટી એજિંગ હર્બ્સનો ઉપયોગ કરો શરુ.
Anti Aging Herbs: આજના સમયમાં દરેક વ્યક્તિ સુંદર અને યુવાન દેખાવા માંગે છે. જો કે જેમ જેમ ઉંમર વધે તેમ તેમ શરીરમાં ઘણા ફેરફારો શરુ થાય છે. આ ફેરફારોને રોકવા કોઈ માટે શક્ય નથી પરંતુ હા તેને તમે નિયંત્રિત કરી શકો છો. વધતી ઉંમરે પણ સુંદરતા અને યુવાની ટકાવી રાખવી હોય તો વ્યક્તિએ પોતાના આહાર અને જીવનશૈલીમાં ફેરફાર કરવો પડે છે. વધતી ઉંમર સાથે યુવાન રહેવા માટે તમારે તમારા આહારમાં કેટલીક વસ્તુઓનો સમાવેશ કરવો જોઈએ અને સાથે જ યોગ અથવા કસરત પણ રોજ કરવા જોઈએ. આયુર્વેદ અનુસાર આપણી જીવનશૈલીની અસર આપણા ચહેરા અને શરીર પર સ્પષ્ટ રીતે દેખાય છે. આ અસરને દુર કરવા માટે આયુર્વેદમાં કેટલીક ઔષધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ઔષધિઓને એન્ટી એજિંગ હર્બ્સ પણ કહેવામાં આવે છે. કારણ કે તેની મદદથી તમે વધતી ઉંમરે પણ યુવાન દેખાઈ શકો છો. ચાલો તમને જણાવીએ કઈ છે આ 5 એન્ટી એજિંગ જડીબુટ્ટીઓ.
આ પણ વાંચો: પેટની ચરબી ઘટાડવામાં ગરમ પાણી કરતાં વધારે અસર કરશે આ 3 ડ્રિંક્સ, ઝડપથી ઉતરશે વજન
આમળા
જો તમે વધતી ઉંમરે પણ યુવાન દેખાવા ઈચ્છો છો તો રોજ તમારા આહારમાં આમળાનો સમાવેશ કરો. તમે આમળાનો રસ પી શકો છો, આમળાનો પાવડર લઈ શકો છો, આમળાની ખાઈ પણ શકો છો. તમે કોઈપણ રીતે આમળાનું સેવન કરશો તે લાભ કરશે.
હળદર
હળદરમાં પણ એન્ટી ઓકિસડન્ટ અને એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે જેના કારણે તે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. તે સ્વાસ્થ્યની સાથે ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તમે રોજ દૂધમાં હળદર ઉમેરીને પી શકો છો. તેનાથી ત્વચા પર યુવાની રહે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે.
આ પણ વાંચો: ઘરના ઘી સાથે ખજૂર ખાવાની આવી ગઈ સીઝન, જાણો દિવસમાં ક્યારે અને કેટલી ખજૂર ખાવી
અશ્વગંધા
આયુર્વેદ અનુસાર અશ્વગંધાનો ઉપયોગ વધતી ઉંમર કરવાથી અનેક લાભ થાય છે. જો તમે બે ગ્રામ અશ્વગંધા પાવડરને પાણી અથવા દૂધમાં મિક્સ કરીને રોજ સવારે ખાલી પેટ પીશો તો તેનાથી સૌથી વધુ લાભ થશે.
બ્રાહ્મી
બ્રાહ્મી ફ્લેવોનોઈડ્સ અને એન્ટી ઓકિસડન્ટ્સથી સમૃદ્ધ હોય છે. દૂધ સાથે તેનું સેવન કરવાથી ઘણા ફાયદા થાય છે. મગજને મજબૂત કરવા માટે બ્રાહ્મીનો ઉપયોગ કરવામાં આવે છે.
આ પણ વાંચો: Cabbage Worm: આ વાત જાણી તમે મંચુરિયન, મોમોઝ અને નુડલ્સ ઝાપટતાં પહેલા સો વખત વિચારશો
ગિલોય
ગિલોયને ગુડુચી પણ કહેવામાં આવે છે. વૃદ્ધાવસ્થામાં પણ યુવાન રહેવા માટે તેનું સેવન કરવું જોઈએ. ગિલોયના સેવનથી લીવર સંબંધિત બીમારીઓ દૂર થાય છે અને રક્ત પણ શુદ્ધ થાય છે.
(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)