Home Remedies For Red Ants: લાલ કીડીઓ દેખાવમાં જેટલી નાની હોય છે તેટલી જ વધારે ખતરનાક હોય છે. જો આ કીડીઓ ઘરમાં વારંવાર નીકળે તો તે ઘરમાં રાખેલી વસ્તુઓને બગાડે છે અને સાથે જ તે કરડે તો તકલીફ પણ વધારે થાય છે. લાલ કીડી જ્યારે કરડે છે ત્યારે ખંજવાળ અને તીવ્ર બળતરા થાય છે. જો કે કીડી ભગાડવા માટે બજારમાં ઘણી જંતુનાશક દવાઓ ઉપલબ્ધ છે. પરંતુ તમે કીડીને માર્યા વિના પણ ઘરની બહાર કાઢી શકો છો. આજે તમને કેટલાક સરળ ઘરેલું ઉપાયો જણાવીએ જેને કરીને તમે કીડીને માર્યા વિના ઘરેથી બહાર કાઢી શકો છો. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો:


Skin Care Tips: અંડરઆર્મ્સની કાળાશ દુર કરવા આ રીતે કરો લીંબુનો ઉપયોગ


મોતી જેવા સફેદ કરવા હોય દાંત તો ટ્રાય કરો આ ઘરગથ્થુ નુસખા


નબળા-બરછટ વાળ બનશે સોફ્ટ અને સ્ટ્રોંગ, આ રીતે ઉપયોગ કરો કેળાનો


હળદર અને ફટકડી - ઘરમાંથી લાલ કીડીઓ દૂર કરવા માટે ફટકડી અને હળદરને સમાન માત્રામાં લઈ તેને મિક્સ કરો. આ પાવડરને ઘરના તે ભાગમાં છાંટો જ્યાં લાલા કીડી એકઠી થતી હોય.

સંતરા - સંતરા પણ કીડીઓને ભગાડવામાં પણ મદદ કરી શકે છે. સૌથી પહેલા તમારે સંતરાનો રસ લેવો અને પછી તેમાં ગરમ ​​પાણી નાખવું. તમારે આ મિશ્રણને ઘરની તે જગ્યાઓ પર છાંટવું પડશે જ્યાં લાલ કીડીઓ વારંવાર આવતી હોય.  


લસણ - કીડીઓને લસણની ગંધ બિલકુલ પસંદ નથી હોતી. આ જ કારણ છે કે લસણનો ઉપયોગ કરી તમે કીડીને ઘરની બહાર કાઢી શકો છો. તેના માટે લસણને પીસી તેનો રસ કાઢી તેને કીડીઓ આવતી હોય તે જગ્યા પર છાંટો.


મીઠું - બહુ ઓછા લોકો જાણે છે કે જો પોતા કરતી વખતે પાણીમાં થોડું મીઠું નાખવામાં આવે તો તે કીડીઓને ભગાડવામાં ઘણી મદદ કરી શકે છે.


વિનેગર -  વિનેગરમાં પાણી મિક્સ કરો અને પછી તે જગ્યાઓ પર છંટકાવ કરો જ્યાં કીડીઓ ફરતી રહે છે.


(Disclaimer: અહીં આપવામાં આવેલી જાણકારી ઘરેલૂ નુસખા અને સામાન્ય જાણકારીઓ પર આધારિત છે. ZEE 24 KALAK તેનું પુષ્ટિ કરતું નથી )