મોતી જેવા સફેદ કરવા હોય દાંત તો ટ્રાય કરો આ ઘરગથ્થુ નુસખા

Pearly White Teeth : કોઈ સાથે જ્યારે પહેલી મુલાકાત થાય ત્યારે તેને સુંદર સ્માઈલ આપીને આપણે મળીએ છીએ. આવી સ્થિતિમાં કોઈ વ્યક્તિની નજર આપણા દાંત પર પડે છે. તેવામાં જો દાંત પીળા પડેલા હોય તો તેના કારણે શરમજનક સ્થિતિમાં મુકાવું પડે છે. ત્યારે આજે તમને એવા કેટલાક ઘરગથ્થુ ઉપાયો જણાવીએ જેને કરવાથી તમે મોતી જેવા સફેદ દાંત મેળવી શકો છો. 

લીંબુ અને સંતરાની છાલ

1/5
image

જો તમને પીળા દાંતની સમસ્યા હોય તો તમારે લીંબુ અને સંતરાની છાલને ફેંકવી નહીં. તેના વડે દાંત પર મસાજ કરવી. જો તમે અઠવાડિયામાં 2 દિવસ આ નુસખો ટ્રાય કરશો તો તમારા દાંત એકદમ ચમકી જશે.

લીમડાનું દાંતણ

2/5
image

લીમડાનું દાંતણ દાંતની પીળાશ દૂર કરવા માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે બ્રશ અને ટૂથપેસ્ટને બદલે તેનો ઉપયોગ કરશો તો તમારા દાંત ચમકદાર બનશે.

સ્ટ્રોબેરી અને મીઠું

3/5
image

પીળા દાંતની સમસ્યાથી પરેશાન લોકોએ સ્ટ્રોબેરી અને મીઠું એકસાથે મેશ કરી આ પેસ્ટની મદદથી દાંત બ્રશ કરવા જોઈએ.

આદુ અને મીઠું

4/5
image

દાંતની પીળાશ દૂર કરવા માટે હૂંફાળા પાણીમાં આદુનો રસ અને મીઠું ભેળવીને કોગળા કરવાથી પણ ફાયદો થાય છે.  

વિનેગર

5/5
image

વિનેગરનો ઉપયોગ દાંતના પીળાશને દૂર કરવા માટે થઈ શકે છે. તેને એક ગ્લાસ પાણીમાં લઈ તેમાં વિનેગર ઉમેરી કોગળા કરવા જોઈએ.

(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)