Home Remedies For White Hair: 25 વર્ષની ઉંમરથી જ જો માથામાં વાળ સફેદ થવા લાગે તો તેનું મુખ્ય કારણ જેનેટિક અથવા તો એન્વાયરમેન્ટ હોઈ શકે છે. આ સિવાય જો શરીરમાં પોષક તત્વોની ઉણપ હોય અને લાઈફ સ્ટાઈલ ખરાબ હોય તો પણ વાળ ઝડપથી સફેદ થવા લાગે છે. નાની ઉંમરમાં સફેદ થતા વાળને છુપાવવા માટે લોકો કલર કરવાની શરૂઆત કરી દે છે. પરંતુ વાળમાં કલર કરવો તે સફેદ વાળનો પરમેનેન્ટ ઈલાજ નથી. કારણ કે થોડા સમયમાં વાળ ફરીથી સફેદ દેખાવા લાગે છે અને સફેદ વાળનું પ્રમાણ પણ વધતું રહે છે. જેમના વાળ સફેદ હોય એમના માટે આ ઉપયોગી સાબિત થઈ શકે છે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: White Hair: આ 3 વાતોનું રાખશો ધ્યાન તો અટકી જશે સફેદ વાળનો ગ્રોથ, બસ આ ભુલ ન કરવી..


તેથી જો વાળ સફેદ થવા લાગ્યા છે તો સારું એ છે કે તમે સફેદ વાળને કાળા કરવા માટે કેટલીક નેચરલ વસ્તુઓની મદદ લો. કુદરતે આપણને એવી ઘણી બધી વસ્તુઓ આપી છે જે વાળ માટે ખૂબ જ ફાયદાકારક છે આ વસ્તુઓનો ઉપયોગ કરવાથી સૌથી પહેલા તો સફેદ વાળનો ગ્રોથ અટકી જશે. અને પછી માથામાં જે વાળ સફેદ થયા હશે તે પણ મૂળથી કાળા થવા લાગશે. આ તમને મોટો ફાયદો કરાવશે.


સફેદ વાળને કાળા કરતી જડીબુટ્ટી


આ પણ વાંચો: Mirror Talk: આત્મવિશ્વાસ વધારવાનો બેસ્ટ રસ્તો છે મિરર ટોક ટેકનીક, વધી જશે કોન્ફિડન્સ


આમળા


આમળા વિટામિન સી અને એન્ટિઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. આમળા વાળના રંગને કાળો કરવામાં મદદ કરે છે. આમળાનો ઉપયોગ વાળમાં કરવાથી ઘણા બધા ફાયદા થાય છે. બજારમાં તૈયાર આમળાનો પાવડર મળે છે જેની પેસ્ટ બનાવીને તમે વાળમાં લગાડી શકો છો. આમળાથી વાળને નુકસાન પણ નહીં થાય. 


કાળા મરી


કાળા મરી ભોજનનો સ્વાદ તો વધારે જ છે પરંતુ યોગ્ય રીતે તેનો વાળમાં ઉપયોગ કરો તો કાળા વાળ પણ વધારે છે. જો તમારે વાળને નેચરલ કલર કરવો હોય તો દહીંમાં કાળા મરીનો પાવડર મિક્સ કરી પેસ્ટ બનાવીને વાળમાં લગાડો. જોકે કાળા મરીનું પ્રમાણ ખૂબ જ ઓછું રાખવું. 


આ પણ વાંચો: ઝડપથી વજન વધારવા માટે દૂધમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને પીવો, એક અઠવાડિયામાં દેખાશે અસર


ભૃંગરાજ


એવી આયુર્વેદિક જડીબુટ્ટી છે જે વાળ માટે વરદાન છે. ભૃંગરાજ નો ઉપયોગ કરવાથી વાળનો વિકાસ પણ વધે છે અને સફેદ વાળની સમસ્યા પણ અટકી જાય છે. તમે વાળને સફેદ થતાં અટકાવવા માટે ભૃંગરાજના તેલનો ઉપયોગ કરી શકો છો. નિયમિત આ તેલનો ઉપયોગ કરવાથી સફેદ વાળ વધતા અટકે છે. 


મેથી


મેથીના દાણામાં પ્રોટીન અને આયરન ભરપૂર પ્રમાણમાં હોય છે. તેનાથી વાળને જરૂરી પોષણ મળે છે. અઠવાડિયામાં એક વખત રાત્રે મેથીને પાણીમાં પલાળી સવારે તેની પેસ્ટ બનાવીને વાળમાં લગાડો. તમે મેથીના દાણાને તેલમાં ઉકાળીને તે તેલનો ઉપયોગ પણ કરી શકો છો.


આ પણ વાંચો: ઘરમાં રહેલી આ વસ્તુઓથી ચહેરા પર મેળવો ઈન્સ્ટન્ટ ગ્લો, 24 કલાક ચહેરો દેખાશે ફ્રેશ


જટામાસી


જટામાસી પણ એક ઉત્તમ જડીબુટ્ટી છે. સ્ટ્રેસ પણ ઓછો કરે છે અને વાળને કાળા પણ કરે છે. જો તમારા વાળ ઝડપથી સફેદ થઈ રહ્યા છે તો જટામાસીના તેલથી વાળમાં માલિશ કરો.


(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)