Weight Gain Tips:ઝડપથી વજન વધારવા માટે દૂધમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને પીવો, એક અઠવાડિયામાં દેખાશે અસર

Weight Gain Tips: દૂધની સાથે જો તેઓ કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવાનું રાખે છે તો એક અઠવાડિયામાં જ શરીરનું વજન વધવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ શરીરનું વજન વધારવું હોય તો કઈ વસ્તુઓને દૂધની સાથે લેવી જોઈએ. તમને ના ખબર હોય તો જાણી લો...

Weight Gain Tips:ઝડપથી વજન વધારવા માટે દૂધમાં આ 5 વસ્તુઓ મિક્સ કરીને પીવો, એક અઠવાડિયામાં દેખાશે અસર

Weight Gain Tips: આજના સમયમાં મોટાભાગના લોકો વધારે વજનને ઉતારવા માટે પ્રયત્ન કરતા હોય છે પરંતુ કેટલાક લોકો એવા પણ હોય છે જેમનું વજન હદ કરતાં ઓછું હોય અને તેઓ વજન વધારવા માટે પ્રયત્ન કરતા હોય. જે રીતે વધારે વજન નુકશાન કરે છે તે રીતે હદ કરતાં વધારે દુબળું શરીર પણ પરેશાનીનું કારણ બને છે. ઘણા લોકો પાસેથી તમે એવું સાંભળ્યું હશે કે કંઈ પણ ખાઈ પીવે તો તેને અસર થતી નથી. તમારું પણ વજન વધતું ન હોય તો તમારે દૂધની સાથે આ ખાવાનું શરૂ કરો જરૂરથી ફર્ક પડશે. પાતળા લોકો માટે શરીર એ અભિશાપ હોય તેવો અહેસાસ આપે છે. 

જોકે જે લોકોનું વજન હદ કરતા વધારે ઓછું હોય તેમણે પોતાના આહારમાં દૂધનો સમાવેશ કરવો જોઈએ. દૂધની સાથે જો તેઓ કેટલીક વસ્તુઓ ઉમેરીને પીવાનું રાખે છે તો એક અઠવાડિયામાં જ શરીરનું વજન વધવા લાગે છે. તો ચાલો તમને જણાવીએ શરીરનું વજન વધારવું હોય તો કઈ વસ્તુઓને દૂધની સાથે લેવી જોઈએ. 

દૂધ અને કેળા

વજન વધારવા માટે દૂધ અને કેળા ખૂબ જ ઉપયોગી છે. કેળા કાર્બોહાઈડ્રેટ અને કેલેરીથી ભરપૂર હોય છે. જો તમે દૂધ અને કેળાનું સાથે સેવન કરો છો તો વજન ઝડપથી વધે છે. વજન વધારવા માટે રોજ એક ગ્લાસ દૂધમાં બે કેળા ઉમેરી શેક બનાવીને તેનું સેવન કરો.

દૂધ અને મધ

દૂધ અને મધને સાથે પીવાથી પણ વજન ઝડપથી વધે છે. એક ગ્લાસ હુંફાળા દૂધમાં એક ચમચી મધ ઉમેરીને રોજ રાત્રે સુતા પહેલા પીવું જોઈએ. તેનાથી ઊંઘ પણ સારી આવશે અને વજન પણ વધશે.

બદામ અને દૂધ

જો વજન વધારવું છે તો દૂધ સાથે બદામનું સેવન કરવું જોઈએ. બદામવાળું દૂધ પીવાથી સ્વાસ્થ્ય અને ફાયદો થાય છે. તેમાં પ્રોટીન, હેલ્ધી ફેટ અને કેલરી હોય છે. નિયમિત રીતે બદામવાળું દૂધ પીવાથી મસલ્સ વધે છે અને વજનમાં ઝડપથી વધારો થાય છે.

દૂધ અને પીનટ બટર

પીનટ બટર એટલે કે મગફળીનું માખણ વિટામીન, પ્રોટીન અને હેલ્ધી ફેટથી ભરપૂર હોય છે. દૂધ સાથે તેનું સેવન કરવાથી વજન ઝડપથી વધે છે. તેનાથી શરીરને જરૂરી પોષણ અને ઉર્જા મળે છે. વજન વધારવું હોય તો રોજ સવારે નાસ્તામાં એક ગ્લાસ દૂધમાં એક ચમચી પીનટ બટર મિક્સ કરીને પી જવું.

દૂધ અને કિસમિસ

વજન વધારવા માટે રોજ દૂધ અને કિસમિસ પીવા જોઈએ. તેમાં કેલેરી વધારે હોય છે. રાત્રે સુતા પહેલા એક ગ્લાસ દૂધમાં થોડી કિસમિસ ઉકાળીને પી લેવાથી વજનમાં વધારો થાય છે.

(Disclaimer: અહીં આપેલી માહિતી અને ઘરગથ્થુ ઉપચાર સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારીWhatsApp channel સાથે

Trending news