Khichdo Traditional Recipe: હિંદુ ધર્મમાં મકર સંક્રાંતિના પર્વનું વિશેષ મહત્વ છે. આ વર્ષે મકરસંક્રાંતિ 14 જાન્યુઆરીના રોજ ઉજવાશે. મકરસંક્રાંતિ પર સૂર્ય પૂજા કરવામાં આવે છે. સાથે જ આ દિવસે દાન, પુણ્ય અને પતંગ ચઢાવવાનું પણ મહત્વ છે. આ દિવસ દરેક ઘરમાં એક ખાસ વાનગી પણ બને છે. મકરસંક્રાતિના દિવસે 7 ધાનનો ખીચડો ખાવાનું વિશેષ મહત્વ છે. દરેક ઘરમાં આ ખિચડી બને છે. આજે તમને આ સ્પેશિયલ ખીચડી કેવી રીતે બનાવવી અને તેમાં કયા કયા 7 ધાન ઉમેરવાના હોય છે તે જણાવીએ. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

આ પણ વાંચો: Weight Loss: જાણો મહેનત કર્યા વિના વજન ઘટાડવાની સૌથી સરળ રીત, બસ આ 2 કામ કરો રોજ


ખીચડી માટે 7 ધાન


અડધો કપ ઘઉં
1/4 કપ જુવાર
1/4 કપ બાજરી
1/4 કપ તુવેર દાળ 
1/4 કપ ઝીણા ચોખા
1/4 કપ મગની ફોતરાવાળી દાલ
1/4 કપ ચણાની દાળ


આ પણ વાંચો: Storage Tips: આ 4 વસ્તુ ફ્રિજમાં રાખવાથી બની જાય ઝેર, ગંભીર બીમારી થવાનું પણ જોખમ


ખીચડા માટેના શાકભાજી


1/4 કપ સમારેલા ટમેટા
1/4 કપ લીલા વટાણા
1/4 કપ લીલી તુવેર
1/4 કપ લીલા ચણા


આ પણ વાંચો: Belly Fat: પેટ પર જામેલા ફેટને ઓગાળી નાખશે આ નુસખો, બસ થોડા દિવસ જ કરવાનું છે આ કામ


અન્ય મસાલા


3 ચમચી ઘી
રાઈ
જીરું 
હીંગ
સુકા લાલ મરચાં
તજ-લવિંગ
લીમડાના પાન
લાલ મરચું પાવડર
હળદર પાવડર
કોથમીર
ધાણાજીરું
મીઠું સ્વાદ પ્રમાણે


આ પણ વાંચો: ઘઉંના લોટમાં આ 4 માંથી કોઈ 1 લોટ થોડો મિક્સ કરી દો, આ રોટલીથી સુગર રહેશે કંટ્રોલમાં


ખીચડો બનાવવાની રીત


ખીચડો બનાવવા માટે ઘઉં, જુવાર અને બાજરીને રાત્રે પાણીથી ધોઈ અને પલાળી દેવા. બીજા દિવસે પલાળેલા ઘઉં, જુવાર અને બાજરીને ખીચડા માટે ઉપયોગમાં લેવા. આ ત્રણ ધાન સિવાય બાકીની દાળ અને ચોખાને ત્રણથી ચાર પાણીથી ધોઈ લેવા અને બધાન ધાનને એક મોટા બાઉલમાં મિક્સ કરો. 


7 ધાનના માપ કરતાં ત્રણ ગણું પાણી કુકરમાં ગરમ કરવા મુકો. તેમાં ઘી અને મીઠું ઉમેરો. પાણી ઉકળે એટલે બધા જ ધાન પાણીમાં ઉમેરો. ત્યારબાદ તેમાં વટાણા, તુવેર અને લીલા ચણા ઉમેરો અને કુકરને બંધ કરી 3 સીટી વગાડો. ત્યારબાદ 5 મિનિટ ગેસ સ્લો રાખો અને પછી ગેસ બંધ કરો. 


આ પણ વાંચો: આ હૈક્સની મદદથી મિનિટોમાં સાફ થઈ જશે ચાના ડાઘવાળા કપ, નવા હોય તેવા ચમકશે


ખીચડાના વઘાર માટે એક પેનમાં ઘી ગરમ કરો. તેમાં રાઈ, જીરું અને હીંગનો વઘાર કરો. તેમાં સુકા લાલ મરચાં, તજ, લવિંગ ઉમેરી લીમડાના પાન અને ટમેટા ઉમેરો. 5 મિનિટમાં જ્યારે ટમેટા સોફ્ટ થઈ જાય એટલે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને લાલ મરચું ઉમેરો. આ વઘારને ખિચડામાં મિક્સ કરો. ગરમાગરમ ખીચડાને તેલ અથવા દહીં સાથે ખાઈ શકો છો.