Turmeric And Raw Milk: યુવતીઓ પોતાની ત્વચાની સુંદરતા જાળવી રાખવા માટે નિયમિત પાર્લર જાય છે. તેઓ બજારમાં મળતાં મોંઘા બ્યુટી પ્રોડક્ટ્સનો પણ ઉપયોગ કરે છે. પરંતુ આવી વસ્તુઓનો ઉપયોગ તમે જ્યાં સુધી કરો છો ત્યાં સુધી જ તેની અસર થાય છે. ત્યારપછી સ્કીન પહેલા જેવી જ દેખાવા લાગે છે. તેવામાં ત્વચાની રંગત સુધારવા માટે આજે તમને એવા ઘરેલું ઉપચાર જણાવીએ જે કરવામાં એકદમ સરળ છે અને તેને કરવાથી ચહેરા પર કુદરતી ગ્લો અને ચમક વધશે. 


COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

ચહેરા પર તમે અલગ અલગ વસ્તુઓ ચોક્કસથી લગાવી હશે પરંતુ હવે દૂધ અને હળદરનો ઉપયોગ કરી જોજો. ચહેરા પર કાચા દૂધમાં હળદર ઉમેરીને લગાવવાથી ત્વચાની રોનક વધી જાય છે.  ચાલો તમને જણાવીએ કાચા દૂધમાં હળદર ઉમેરી ચહેરા પર લગાવવાથી કેટલા ફાયદા થાય છે.


આ પણ વાંચો:


શું તમે પણ ખીલ દબાવીને ફોડી નાખો છો ? તો જાણો ખીલ ફોડવાથી થતી આડઅસરો વિશે


આ 5 સ્ટેપ્સ ફોલો કરો બસ, 1 મહિનામાં વધેલું બેડ કોલેસ્ટ્રોલ આવી જશે કંટ્રોલમાં


Heart Care: હાર્ટ એટેકના કારણે જીવ ગુમાવવો ન હોય તો આજથી જ શરુ કરી દો આ ચાર કામ


- કાચુ દૂધ અને હળદર તહેરના રોમ છીદ્રોમાં ભરાયેલી ગંદકી દુર કરે છે. સાથે જ ખીલના કારણ સ્કીનમાં થયેલા બેક્ટેરિયાનો પણ નાશ કરે છે.


- કાચુ દૂધ અને હળદર ત્વચાને ટોન કરવામાં મદદ કરે છે. કાચા દૂધમાં હળદર સાથે મધ અને દહીં મિક્સ કરીને પણ ચહેરા પર લગાવી શકાય છે. તેનાથી ચહેરાનો નિખાર વધશે.


- દૂધમાં બાયોટીન સહિત અનેક મોઈશ્ચરાઈઝીંગ ગુણ હોય છે. જે ત્વચાના નિર્જીવ કોષ અને ડેડ સ્કીનને દુર કરી ત્વચાને અંદરથી મોઇશ્ચરાઇઝ કરે છે.
 
- કાચુ દૂધ અને હળદર ત્વચાને એક્સ્ફોલિએટ કરવામાં મદદ કરે છે. ત્વચાના ત્વચાના મૃત કોષો, વ્હાઇટહેડ્સ અને બ્લેકહેડ્સને દૂર થઈ જાય છે.


(Disclaimer: અહીં આપેલી માહિતી ઘરગથ્થુ ઉપચાર અને સામાન્ય માહિતી પર આધારિત છે. તેને અપનાવતા પહેલા તબીબી સલાહ લેવી જોઈએ. ZEE24kalak તેની પુષ્ટિ કરતું નથી.)