નવી દિલ્હી: શરીર છે તો રોગ પણ છે અને રોગ છે તો તેમની સારવાર પણ. રોગના નિદાનની પદ્ધતિઓમાં એક્યૂપ્રેશર પણ એક ખાસ પ્રકારની સારવાર તરીકે કામ આવે છે. જોકે જાણકારો કહે છે કે આ પદ્ધતિ માઇલ્ડથી મીડિયમ સમસ્યાઓમાં કામ આવે છે ના કે સીવિયર એટલે કે ગંભીર સમસ્યાઓના નિદાનમાં. જો બિમારી અથવા તકલીફ ખૂબ જૂની થઇ જાય તો ઘણીવાર તેનો લાભ પુરો મળતો નથી.

COMMERCIAL BREAK
SCROLL TO CONTINUE READING

એ પણ જોવા મળ્યું છે કે નસો સંબંધિત રોગોમાં આ કારગર છે પરંતુ ઘણી બીજી તકલીફોમાં નથી. સાથે જ ઘણીવાર પ્રેશર યોગ્ય રીતે ન પડે અથવા જરૂરથી વધુ જોર લગાવવામાં આવે તો મુશ્કેલીમાં મુકાય શકાય છે. એટલા માટે સારું રહેશે કે એક્યૂપ્રેશર માટે પ્રેશર પણ કોઇપણ જાણકારીના હાથમાં લગાવવામાં આવશે. 


જો વિધા જોકે શરીરના વિભિન્ન ભાગોમાં કેટલાક ખાસ બિંદુઓ પર પ્રેશર નાખીને બિમારીને ઠીક કરવા સાથે જોડાયેલી છે. આપણું શરીર નખથી માંડીને શિખ સુધી એકસાથે જોડાયેલું છે. આ નસો, લોહી, મસલ્સ, કોશિકાઓ અને હાડકાંઓથી બનેલું છે. એક જગ્યા પર પ્રેશર નાખવાથી અન્ય ભાગોમાં પ્રભાવિત થાય છે. પરંતુ ગમે તે જગ્યાએ દબાણ નાખવાથી ખરાબ અસર પડી શકે છે. તેના માટે યોગ્ય પોઇન્ટને યોગ્ય રીતે દબાવવો જોઇએ. 


શું છે સાચી રીત
એક્યૂપ્રેશરમાં અંગૂઠા અને આંગળીઓ દ્વારા પોઇન્ટને દબાવવામાં આવે છે. ઘણીવાર લોકો પોઇન્ટની ઓળખ કરવામાં પોતાને અજમાવે છે. આ સારવાર માટે તમારે દરેક પોઇન્ટને બેથી ત્રણ મિનિટ સુધી દબાવવો પડે છે અથવા પછી મસાજ કરવો પડે છે. આમ તો સામાન્ય અસર આ પોઇન્ટને 3-4 વાર દબાવવાથી જોવા મળે છે. 


ભારતમાં પ્રચલિત છે વિભિન્ન પ્રકાર
તો બીજી તરફ તમને જણાવી દઇએ કે એક્યૂપ્રેશની ઘણી વિધીઓ પ્રચલિત છે. ભારતમાં વધુ પ્રયોગમાં લઇ જવાની પદ્ધતિઓ છે. 1. ચાઇનીઝ એક્યૂપ્રેશર, 2. આર્યુવેદિક એક્યૂપ્રેશર, 3. સૂઝોક, 4. ઇન્ડીયન એક્યૂપ્રેશર.


આ પણ છે રીત
આમ તો જો ત્મએ કોઇપણ રોગથી પીડાતા નથી તો પણ અઠવાડિયા બે વખત માથાની 5 થી 10 મિનિટ મસાજ કરવી જોઇએ. ઓઇલ દ્વારા સારી મસાજ કરો. માનવામાં આવે છે કે ડિપ્રેશનથી માંડીને યાદશક્તિમાં ઘટાડા જેવા કેસ તેને સ્વાસ્થ્ય સારું રહેશે. તો બીજી તરફ શરીરની માલિશ અથવા પછી પગની માલિશથી પ્રેશર આપે છે. જેથી આપમેળે ઘણા પોઇન્ટ દબાઇ છે અને શરીરને આરામ મળે છે.


કોરોના વાયરસ પર તમામ સમાચારો જાણવા માટે કરો ક્લિક...


લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube